ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાની પ્રથમ વેરાવળ નગરપાલિકામાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.જેથી આવનારા દિવસોમાં દરેક કર્મચારીઓની હાજરી લઈ તેના આધારે પગાર કરવામાં આવશે.આ અંગે પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે પાલિકાનાં બોર્ડમાં આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવતા હાલ પાલિકા કચેરી ખાતે બાયોમેટ્રિક્સ સિસ્ટમથી હાજરી પૂરવાની શરૂઆત કરાઈ છે.આવનારા દિવસોમાં પાલિકા હસ્તકના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં જ્યાં 13 થી 14 કર્મચારીઓ કામ કરે છે ત્યાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ધીમે ધીમે દરેક વોર્ડ વાઇસ મુકાદમ અને સફાઈ કર્મી માટે પણ દરેક વોર્ડ વાઇસ એક એક બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવશે. આમ, કુલ 900 થી 950 જેટલા કર્મચારીઓ આ સિસ્ટમમાં આગમી માર્ચ સુધી જોડાઈ જશે અને નવા હિસાબી વર્ષ એટલે કે એપ્રિલથી તમામ કર્મચારીનો પગાર આ હાજરીના આધારે થશે તેવું જાણવા મળ્યું છે. જેમાં કુલ 950 જેટલા કર્મચારીઓ માટે 13 થી 15 બાયોમેટ્રિક્સ મશીન મૂકવામાં આવશે જેનો ખર્ચ અંદાજે 55 થી 65 હજાર વચ્ચે થશે અને પાલિકા ફંડમાંથી ચૂકવવામાં આવશે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ માટે પંચિંગ સિસ્ટમ લાગુ
