‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ સિવિલ તંત્ર દોડતું થયું
માત્ર ત્રણ દિવસમાં જ સિવિલની સૂરત ફરી ગઈ: ભંગાર હાલતમાં રહેલી સ્ટ્રેચર દર્દીની સેવામાં મૂકવામાં આવી
- Advertisement -
વોશરૂમની સફાઈ પણ તાત્કાલિક કરવામાં આવી, પંખા, એસી તમામ ચાલુ
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ ખબરના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું હતું. તા. 14 ડિસેમ્બરના રોજ ખાસ ખબરમાં સિવિલ હોસ્પિટલમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ફિલ્ટર પ્લાન્ટ, સ્ટ્રેચર ભંગાર હાલતમાં અને સફાઈના અભાવ વિશે ખાસ ખબરે લોકો સમક્ષ સિવિલ તંત્રની સચ્ચાઈ બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના ત્રણ જ દિવસમાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તાત્કાલિક દર્દીઓની સુવિધામાં વધારી કરી દીધો છે. વાત વાતમાં ગલ્લા તલ્લા કરતા સત્તાધીશો અને અધિકારીઓએ પોતાની છાપ ખરડાઈ તેવા ડરના લીધે તાત્કાલિક એક્શનમાં આવી ગયા અને બંધ પડેલા આર.ઓ ફિલ્ટર પ્લાન, વોશરૂમમાં સફાઈ કરાવી, વૃદ્ધ અને દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા આવતા સ્ટ્રેચરને દર્દીની સેવામાં મુકવામાં આવ્યા. આ સિવાય જ્યાં જ્યાં ઈલેક્ટ્રીક બોર્ડ તૂટી ગયું હતુ તે રિપેર કરાવ્યું. એસી,પંખાને પણ ચાલું કરાવ્યા.
વધુને વધુ સુવિધા મળે તેવા પ્રયાસો કરીશુ: ડો.આર.એસ.ત્રિવેદી
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા મળે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. પાણી, સફાઈ, વોર્ડ, બેડ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો