રાજકોટનાં યુવાધનને ઊંધા રવાડે ચડાવતાં નશાયુક્ત સામાનનું ખૂલ્લેઆમ વેંચાણ
- હર્બલ ગુટકા ફલેવર્સના નામે સાધુવાસવાણી, કાલાવાડ રોડ, રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ પર હુક્કાના સામાન વેચાઈ રહ્યો છે
- નશાબંધીની કામગીરીમાં FSL અને પોલીસ વિભાગની સુસ્તી કે પછી મીઠી નજર?
- આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે કહ્યું અમારા હાથ બંધાયેલા છે, પરંતુ પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ
– રાજુ બગડાઈ
ગુજરાતમાં દારૂબંધી નિર્ણયની ચાડીખાતા હોય એવી રીતે ગુજરાતના છાપાઓમાં પોલીસ વિભાગ દ્વારા પકડાયેલા દેશી અને વિદેશી દારૂના જથ્થાના સમાચાર અવારનવાર આવતા હોય છે. પ્રોહિબીશનના એક્ટ તળે ગુજરાતમાં નશા સંબંધી દરેક વસ્તુઓના ઉત્પાદન અને વેંચાણની સખત મનાઈ છે. પરંતુ રાજકોટમાં ખુલ્લે આમ નશાનો સામાન વેંચાઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હુક્કા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. તેમ છતાં યુવાધનને બરબાદ કરતો નશાયુક્ત હુક્કો અને તેનો સામાન કાયદાને નેવે મુકીને રાજકોટમાં વેચાય રહ્યો છે.
- Advertisement -
માત્ર નામ પૂરતી દારૂબંધી અને નશાબંધીને રોકવા માટેની કામગીરી કરતા પોલીસ વિભાગની મીઠી નજર હેઠળ રાજકોટમાં હુક્કાનો સામાન વેંચાય રહ્યો છે. રાજકોટના કહેવાતા પોષ વિસ્તારમાં ફલેવરના નામે હુકકાઓનું વેચાણ થઈ રહ્યું છે. રાજકોટની બજારમાં રસીયન, પંજાબી, રાજસ્થાની અને સિલીકોન જેવા અનેક પ્રકારના હુક્કાઓ વેચાય રહ્યા છે. તેમજ હર્બલ ગુટકા ફલેવર્સના નામે મીન્ટ, ડબલ એપલ, મીક્સ ગુલાબ, કીવી, પાન મસાલા, મીક્સ ગુલાબ સહિતના હુક્કાનો સામાન વેચાય રહ્યો છે.
રાજકોટના પોષ વિસ્તારમાં સમાવિષ્ટ એવાં કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ અને સાધુ વાસવાણી જેવા વિસ્તારોની દુકાનોમાં પ્રતિબંધ હોવા છતાં હુક્કાનો સામાન વેચાય રહ્યો છે. સામાન્ય જનતાઓ પાસે કાયદાના નામે ઉધરાણી કરતું પોલીસ વિભાગ નશા સંબંધી કાર્યવાહીમાં સુસ્તી દાખવે તે ગળે ન ઉતરે એવી વાત છે.
- Advertisement -
ખાસ ખબર સાથે કરેલી વાતચીતમાં આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ એમ નશાની લતમાં યુવાધન ઝડપથી સપડાઈ જાય છે. ત્યારે જરૂરી બને છે કે યુવા નશાનો આદી બને એ પહેલા જ નશાના વેંચાણને ડામવું જોઈએ. આરોગ્ય અધિકારી રાઠોડે વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં ધણી જગ્યાએ હર્બલ ગુટકા ફલેવર્સના નામે નશાનો સામાન મળી રહ્યો છે. આમ જોઈએ તો હુક્કાનો સામાન ખાદ્ય સામગ્રીમાં આવતો નથી. તેથી અમારા અધિકારક્ષેત્રથી બહાર જઈને અમે તેના સેમ્પલ કલેકટ કરી શકીએ નહી. પરંતુ એફ.એસ.એલ આ નશાયુક્ત સામગ્રીના સેમ્પલ લઈ શકે છે. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ પણ નશાયુક્ત સામગ્રીનું વેંચાણ કરતી દુકાનોમાં રેડ પાડી શકે છે.
યુવા શક્તિને લુણો લગાડતા હુક્કા અને તેના સામાનના વેંચાણને અટકાવવા રાજકોટ પોલીસ વિભાગે હવે મેદાને આવવું જોઈએ. ગુજરાત અને રાજકોટનું યુવા નશાયુક્ત બને એ પહેલા જ કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
પાનની દુકાને મળે છે છાનેખૂણે મળે છે હજુ પણ હુક્કાનો સામાન
રાજ્ય સરકારે હુક્કા પર પ્રતિબંધ મૂકવા છતાં હજુ પણ હુક્કો, ફલેવર અને તેનાં માલ-મટીરિયલ પણની6 દુકાનોમાં છૂટથી વહેચાઈ છે. જેના કારણે હુક્કાના બંધાણીઓએ હવે છાનાં-માના હુક્કા વેંચાતા કે ભાડે લાવીને અને તેનો માલ બજારમાંથી ખરીદીને પીવાનું ચાલુ કરી દીધું છે.