રાજકોટ મહાપાલિકાએ ફરી શરૂ કરી ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ
173 કી.ગ્રા. વાસી – અખાદ્ય શાકભાજી-ફળો જપ્ત કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજથી 8 મહિના પૂર્વે ગુજરાત સરકારે અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો સ્થગિત કર્યો હતો. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ તથા દરેક નિર્ણય પરથી પ્રતિબંધ હટી ગયા હોય તેમ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં મનપા દ્વારા રાજકોટમાં દર મંગળવારે ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના રાજમાર્ગો પર અડચણરૂપ છાપરા અને ઓટલાઓ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે શહેરના આકાશવાણી ચોક થી કાલાવડ રોડ તરફ થયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક દબાણો દૂર કરવામાં
આવ્યા હતા.
આ અંગે રાજકોટ મનપાના ટાઉન પ્લાનર એમ. ડી. સાગઠીયાના જણાવ્યાનુસાર મહાનગરપાલિકા દ્વારા આજથી વન ડે વનવોર્ડ અંતર્ગત ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પર અડચણરૂપ છાપરા તેમજ ઓટલા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી બાદ ફરીથી આજથી વન વીક, વન રોડની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અત્યારે આજરોજ ટાઉન પ્લાનિંગ વિભાગ, જગ્યા રોકાણ શાખા, તેમજ રોશની શાખા અને સોલિડ વેસ્ટ શાખા તેમજ ફૂડ શાખા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે. રાજકોટના યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ તેમજ આકાશવાણી ચોકથી લઈ પુષ્કરધામ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં
આવી હતી.
નોંધનીય છે કે દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર રૂપ જુદીજુદી 3 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી તિરૂપતી સોસાયટી (ગ્રિનલેન્ડ) પરથી જપ્ત કરવામાં આવી હતી, જ્યુબેલી પરાબજાર, ઢેબર રોડ વન-વે પેલેશ રોડ પરથી 173 કી.ગ્રા. વાસી શાકભાજી-ફળો જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.47 હજારનો વહીવટી ચાર્જ પુષ્કરધામ, જંકશન રોડ, દસ્તુરમાર્ગ પરથી વસુલ કરવામાં આવ્યો હતો જયારે રૂ.35,519નો મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ,, સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હોમીદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 98 બોર્ડ-બેનર તે રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, અને ટાગોર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.