સામાન્ય દબાણ કરતા ધંધાર્થી પર તવાઈ બોલાવતા તંત્રના આંખ આડા કાન
સનલાઈટ પ્લાઝા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં રેસ્ટોરન્ટના માલિકે પાર્ટીશન કરી રૂમ બનાવી દીધો, ગ્રાહકો માટે વોશ બેસીન ઉભું કરી લીધું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર દબાણ વધતું જાય છે. ત્યારે કુવાડવા રોડ પર આવેલા સનલાઈટ પ્લાઝા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં મોર્ડન રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં કોમ્પ્લેક્ષનો પાર્કિંગ એરીયા છે ત્યાં મોર્ડન રેસ્ટોરન્ટના માલિકે પોતાની માલિકીની જગ્યા કરી લીધી છે. પાર્કિંગના સ્થાને ખુરશી અને ટેબલ ગોઠવી દીધા છે. પાર્કિંગની જગ્યા પર રેસ્ટોરન્ટના માલિકે પાર્ટીશન બનાવી એક રૂમ પણ બનાવી લીધો અને ગ્રાહકો માટે એક વોશ બેસીન પણ ઉભી કરી લીધી.
ગેરકાયદે પાર્કિંગમાં રેસ્ટોરન્ટનો સામાન પણ ખડકી દેવામાં આવ્યો છે એટલે ત્યાંના મિલ્કતધારકો અને મુલાકાતીઓને તેમના વાહન બહાર રસ્તા પર પાર્ક કરવા પડે છે. જ્યારે નાના ધંધાર્થીઓના ઓટલા અને છાપરા તંત્ર તાત્કાલિક તોડી નાખે છે ત્યારે અહીં તો મોર્ડન રેસ્ટોરન્ટે રસ્તા પર મોટું દબાણ કરી નાખ્યું છે તે દેખાતું નથી. શું તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે તે એક મોટો સવાલ છે.
મોડર્ન રેસ્ટોરન્ટે કરેલાં દબાણનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…