ગીર સોમનાથ કલેકટરના નેતૃત્ત્વ હેઠળ પુન: દબાણ દૂર ઝુંબેશ ચાલુ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ 41 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી આશરે 20 કરોડની કિંમતની 5,000 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી.
- Advertisement -
ઉપરાંત,પ્રભાસ પાટણમાં આવેલ પવિત્ર યાત્રા સ્થળ ત્રિવેણી ઘાટની બહારના ભાગમાં આવેલ 35 જેટલા લારી,ગલ્લા, કેબિનો પ્રકારના કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેનાથી આશરે 1500 ચો.મી. જમીન ખુલ્લી થયેલ છે. આમ, આ જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર થવાથી રસ્તા પર થતા અકસ્માતમાં ઘટાડો થશે અને સોમનાથ મંદિર ખાતે આવતા યાત્રાળુઓની પડતી અડચણો ઓછી થશે.