તેના સંતાનનો પિતા હોવા અંગે અટકળો
ખાસ-ખબર સંવાદદાતા
અભિનેત્રી ઈલિયાના ડી ક્ઝે પોતાના પાર્ટનરની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જોકે, તેણે તેનો ચહેરો છૂપાવ્યો છે. આ પાર્ટનર ઈલિયાનાના આગામી સંતાનનો પિતા છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. ઈલિયાનાએ ગત એપ્રિલ માસમાં પોતે સગર્ભા હોવાની જાહેરાત કરી હતી. પરંતુ, પોતાના સંતાનનો પિતા કોણ છે તે હજુ સુધી જણાવ્યું નથી.
- Advertisement -
એવું મનાય છે કે ઈલિયાના કેટરિના કૈફના ભાઈ સેબાસ્ટિન સાથે રિલેશનશિપમાં છે. ઇલિયાના કેટરિનાના સમગ્ર પરિવાર સાથે વિદેશ ફરવા ગઈ હતી તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ પહેલાં એક ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફરને ડેટિંગ કરતી હતી. ફરીવાર તેણે બેબી બમ્પની તસવીરો શેર કરી છે. તેમનો પાર્ટનર તેમના પાલતુ શ્ર્વાનને વહાલ કરી રહ્યો છે તેવી તસવીર શેર કરી છે. આ પાર્ટનર જ ઈલિયાનાના સંતાનનો પિતા છે કે પછી અન્ય કોઈ તે વિશે અટકળો ચાલી રહી છે.