તરબૂચમાં હોય છે 92 ટકા પાણી
- Advertisement -
ઉનાળાની ઋતુમાં લોકો વધુ પાણીવાળા ફળો ખરીદે છે, જેથી તેઓ હાઇડ્રેટેડ રહી શકે. આવી પરીસ્થિતિમાં સૌથી પહેલા નામ તરબૂચનું આવે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર વગેરે જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે કારણ કે તેમાં મળતા ફાઇબર ભૂખને કાબુમાં કરે છે. પરંતુ મોટાભાગના લોકો તેને ખરીદ્યા પછી તેને કાપીને ફ્રિજમાં મુકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે તરબૂચને ફ્રિજમાં રાખવાથી તમને ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવીશું કે તરબૂચને ફ્રિજમાં રાખવાથી શું નુકસાન થઇ શકે છે.
પોષક તત્વો ઓછા થઇ જાય છે
તરબૂચને ફ્રિજમાં ન રાખવું જોઈએ, તેનો બહારનો ભાગ (છાલ) એકદમ જાડી હોય છે જેના કારણે તરબૂચ જલ્દી ખરાબ થતું નથી અને તેને લગભગ 15-20 દિવસ સુધી રાખી શકાય છે જેના કારણે તેને ફ્રિજમાં રાખવાની જરૂર નથી પડતી. જો તમે હજી પણ તેને ફ્રિજમાં રાખી રહ્યા છો, તો તેને આખું રાખો, તરબૂચને કાપીને ક્યારેય ન રાખો. ફ્રિજમાં રાખેલું તરબૂચ તેના પોષક તત્વોને ગુમાવે છે તેમજ તેમાં મળતા કેરોટીનોઈડ્સનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે.
- Advertisement -
ઠંડા તરબૂચ ખાવાથી થતા નુકશાન
તરબૂચ એક પાણીવાળું ફળ છે જે ઉનાળામાં રાહત આપે છે પરંતુ તેને ફ્રિજમાં રાખવાથી તેનું પોષણ ઓછું થઇ જાય છે અને ઠંડા તરબૂચ ખાવાથી ઉધરસ અને શરદી થવાની શક્યતા રહે છે. સાથે જ જો તમે લાંબા સમય પહેલા સુધારેલા ઠંડા તરબૂચ ખાવ છો તો તમને ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા પણ વધી જાય છે, એવામાં તમે તમારી સાથે સાથે તમારા પરિવારના સભ્યોનું પણ સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો.એટલા માટે હંમેશા તાજું તરબૂચ ખાવું જોઈએ જેથી તમારું શરીર સ્વસ્થ રહે.