સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રોય દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
સરકાર દરેક ચૂંટણી સમયે વિકાસની વાતો કરી મતદારોના મત તો આટોપી લે છે પરંતુ વિકાસ તો દૂર સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોને પ્રાથમિક સુવિધા પણ મળવામાં ફાફા પડી રહ્યા છે ખાસ કરીને પ્રાથમિક સુવિધામાં આવતા રોડ, રસ્તા અને પાણીની સુવિધાઓ આપવા માટે સ્થાનિક તંત્ર હજુય પાંગળું સાબિત થયું છે અને લોકોને તંત્ર પાસે સુવિધા મેળવવા માટે આંદોલનો પણ કરવા પડે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં પણ પ્રાથમિક સુવિધા બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગ પર વધતા દબાણ અને ખખડધજ રોડના લીધે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક જનતા અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે જે બાબતે અનેક વખત સામાજિક કાર્યકરો દ્વારા તંત્રને રજુઆત પણ કરી છે.
છતાં રજૂઆત બાદ તંત્ર દ્વારા માટી વડે ખાડા બુરવાની કામગીરી કરી છે પરંતુ આ કામગીરી બાદ માત્ર બે પાચ દિવસમાં ફરીથી ખાડા યથાવત સ્થિતિમાં જોવ મળે છે ઉલ્ટાનું ખાડામાં નાખેલી માટી ઉડવાના રાહદારીઓને આંખમાં પડે છે જેના લીધે વધુ નુકશાન થાય છે ત્યારે વારંવાર રજુઆત બાદ ખખડધજ રોજનું સમારકામ નહિ થતાં અને માર્ગ પહોળો નહિ હોવાના લીધે થતા ટ્રાફિક જામના પ્રશ્ને સ્થાનિક જાગૃત નાગરિક ચંદ્રેશભાઇ રોય દ્વારા ઉચ્ચસ્તરે લેખિત રજુઆત કરી યોગ્ય નિર્ણય નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.