ગઇંઅઈંએ 2008 ફી રુલ મુજબ એક મહિના પૂર્વે 25% જ ટોલ ફીમા વાહનચાલકોને રાહત આપી હતી
માર્ગ અને પરિવહન મંત્રાલય, NHAIને 10,000 ઇમેઇલ કરી સપૂર્ણ ટોલમુક્તિની માંગ કરીશું : જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા કલેક્ટરે જણાવ્યુ કે રાજકોટ જેતપુર હાઇવે પર ટોલ પ્લાઝાના કેન્દ્ર સરકારના નિયમ મુજબ 75% ટોલ ફીમા ઘટાડો કર્યાની જાહેરાત કરી છે પરંતુ તેમા થોડી ગેરસમજણ ઉભી એ થઈ છે કે એક મહિના અગાવ જ ગઇંઅઈં એ ખરેખર 25% જ ટોલ ફીમા વાહનચાલકોને રાહત આપી હતી અને 75% તો ઉઘરાવી જ રહ્યા છે. કલેક્ટર સાથે ચર્ચા થઈ તે મૂજબ ગઇંઅઈં જે લેખિતમા રિપોર્ટ કર્યો તેમા તેઓએ 75%ની ટોલ ફી માફ કરવાનુ જણાવાયુ હતું. અમારે આ રાજકોટ જેતપુર હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે ચર્ચા હાલ જ થઈ તે મુજબ NHAIના 2008 ફી રુલ મુજબ અમે 25% જ રાહત મહિના અગાઉ આપવાની જાહેરાત કરી હતી
આ અંગે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના ક્ધવીનર રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે લોકોને પડી રહેલી હાલાકી મામલે અમારી સમિતિની લડત બાદ રાજકોટ કલેક્ટર ખૂબ ગંભીર રીતે સબંધિત વિભાગો પાસેથી ચોકચાઈ રીતે કામ કઢાવી રહ્યા છે અને તેનો વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી અને 3 બ્રિજો ચાલુ કરાવાની જાહેરાત, માર્શલો મુકવાની કામગીરી જેવી બાબતોથી વાહનચાલકોને મહદ અંશે રાહત પણ થઈ છે જેથી તે કામગીરી આવરદારક છે પરંતુ અમારી માંગ મુજબ જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી વાહનચાલકોને ટોલમાંથી સપૂર્ણરીતે મુક્તિ આપવાની છે. જો ડાયરેક્ટેટ ગઇંઅઈંના 2008 ફી રૂલ મુજબ 25% રાહત આપવાની વાત કરતા હોય તો રોડની હાલત જોતા નિયમ એવો પણ લાગુ પડે કે ટોલ વસૂલી જ ના શકે ! બંને ટોલપ્લાઝા પર સદંતરે ટોલ વસૂલાત નિયમ વિરુદ્ધ થઈ રહી છે જે અમે સાબિત કરીને રહેવાના છે. અમારી લડતો બાદ આ સમસ્યાની બાબત દિલ્લી સુધી પહોંચી છે અને ખુદ ગઇંઅઈં ના ચેરમેન દેખરેખ રાખી રહ્યા છે તેવુ આ પ્રોજકેટના ડાયરેક્ટર દ્વારા અમને જણાવવામા આવ્યું છે.
- Advertisement -
અમે આગામી દિવસોમા આ હાઇવે પરના તમામ તાલુકાઓમા અને અન્ય જિલ્લાઓમા આવેદનપત્ર આપીને રજુઆત કરવાના છે. માર્ગ અને પરિવહન મંત્રાલયને અને નેશનલ હાઇવે ઓથોરિટીને દસ હજાર (10,000) જેટલા ઇમેઇલ કરાવીને હાઇવેની સ્થિતિને સુધારવા અને સપૂર્ણ ટોલમુક્તિની માંગ કરવાના છે. જો અમારી માંગો સ્વીકારવામા નહીં આવે તો રચનાત્મક રીતે અલગ અલગ કાર્યક્રમો યોજવામા આવશે જેમ કે હાઇવે પર ધરણા પ્રદર્શન કરીશું, ટોલ પર પત્રિકા વિતરણ, હાઇવે ચક્કાજામ જેવા કાર્યક્રમો કરીને વિરોધ દર્શાવીશું.



