દક્ષિણ કોરિયા માટે અમેરિકા સુરક્ષા કવચ છે: મહેમાન દેશના રાષ્ટ્રવડા સાથે સંયુક્ત પત્રકાર પરિષદ
ખાસ-ખબર સંવાદદાતા
ઉતર કોરિયા દ્વારા અવારનવાર અણુશસ્ત્ર વહન કરી શકે તેવા મિસાઈલના કરવામાં આવતા પરિક્ષણ તથા છેક અમેરિકાને પણ નિશાન બનાવી શકે તેવા બેલેસ્ટીક મિસાઈલ સીસ્ટમ તૈયાર કરી હોવાના સંકેત બાદ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ પ્રથમ વખત સંયુક્ત રીતે ઉતર કોરિયાને ચેતવણી આપતા કહ્યું કે જો ઉતર કોરિયા કોઈપણ પ્રકારનો હુમલો કરશે
તો તેનો અણુ હુમલાથી જ જવાબ અપાશે અને તે વિનાશકારી હશે ઉપરાંત તેના શાસનનો પણ અંત હશે. હાલમાંજ અમેરિકાના પ્રવાસ પર રહેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ તથા અમેરિકાના પ્રમુખ જો બાઈડને એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ઉતર કોરિયાના આક્રમક મિસાઈલ પરિક્ષણની સામે પરમાણુ શસ્ત્રો મજબૂત કરવામાં આવી રહ્યુ છે અને જો ઉતર કોરિયા તેના શસ્ત્રાગારના કોઈપણ મિસાઈલનો પ્રયોગ કરશે તો તેનો આકરો જવાબ મળશે. જો બાઈડને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દક્ષિણ કોરિયામાં અમેરિકા મજબૂત સુરક્ષા કવચ બની તે રહેશે.દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુને કહ્યું કે અમારી પ્રાથમીકતા શાંતિ જાળવી રાખવાના છે પરંતુ જો અણુ હુમલાની સ્થિતિ બની તો ઉતર કોરિયાને તગડો જવાબ અપાશે. જો કે હાલ દક્ષિણ કોરિયામાં અમેરિકી પરમાણુ હથિયાર ગોઠવવાની કોઈ યોજના નહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.