ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આરોપી સામે ફરિયાદ રદ્દ કરવાના આદેશને હાઇકોર્ટની બહાલી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
‘મહિલા પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ અન્ય પુરૂષ સાથે બે વર્ષ સુધી પત્નીની જેમ રહે અને અને તેની સાથે ગોવા ફરવા માટે પણ જાય ત્યારે આવા કિસ્સામાં પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાની સ્પષ્ટ સંમતિ ગણાય.
આ સંમતિ કોઈ હકીકતની ગેરસમજના કારણે આપી દેવામાં આવી હોવાનું પણ ઠરાવી શકાય નહીં.’ મહિલાઓ દ્વારા થતી રેપની ફરિયાદોના મામલાઓથી સંબંધિત એક કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ રાજ્ય સરકારની રિવિઝન અરજી રદ કરતા અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
જેમાં નીચલી કોર્ટે કેસના તમામ તથ્યો, આક્ષેપો અને ખુદ ફરિયાદી મહિલાની FIRને ધ્યાને લઇ આરોપી પુરુષને નિર્દોષ મુક્ત કર્યો હતો. તેથી રાજ્ય સરકારે આ નિર્ણય સામે રિવિઝન અરજી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી કાઢી છે.
વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં IPCની ધારા 376(2)(ક્ષ) હેઠળ એક મહિલા દ્વારા FIRનોંધાવવામાં આવી હતી. આ મામલે કેસ ચાલવા પર આવી ગયો હતો. ટ્રાયલ પેન્ડિંગ હતી, ત્યારે આરોપી પુરૂષ દ્વારા ઈિ.ઙ.ઈની ધારા 227 હેઠળ તેને આરોપમાંથી મુક્ત કરવા માટેની અરજી કરાઈ હતી.
વડોદરાના સેશન્સ જજે આ અરજી ગ્રાહ્ય રાખી હતી અને તે આદેશની નારાજ થઈ રાજ્ય સરકાર દ્વારા રિવિઝન અરજી કરાઈ હતી. જેમાં સરકારે એવી દલીલ કરી હતી કે, ‘આરોપી વિરૂદ્ધ રેપનો ગંભીર ગુનો છે. તેણે લગ્નનો ખોટો વાયદો આપીને પીડિતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે. આ તમામ મુદ્દાને નજરઅંદાજ કરીને સેશન્સ કોર્ટે આરોપીની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. તેથી એ આદેશને રદ કરવો જોઈએ.’
બંને પક્ષોની રજૂઆત બાદ હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ‘આ કેસની FIRને ધ્યાને લેતાં જ જણાય છે કે ફરિયાદી મહિલા ખુદ કથિત આરોપી સાથે રિલેશનશીપમાં હતી. મહિલા પરિણીત હોવા છતાંય પુરુષ સાથે સંબંધ બાંધીને આગળ વધી હતી અને પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા હતા.
જેથી કરીને આરોપી પુરૂષ સાથે સંબંધ આગળ વધારી શકે. ત્યારબાદ તેની સાથે તે ગોવા ફરવા માટે પણ ગઇ હતી. ફરિયાદી મહિલાનો જ કેસ છે કે જ્યારે તે ગોવા ગયા હતા ત્યારે પુરૂષે કહ્યું હતું કે વડોદરા પાછા આવીને લગ્ન ન કરે ત્યાં સુધી શારીરિક સંબંધ નહીં બાંધે.
મહિલાની ઋઈંછમાં જ આ બાબત સ્પષ્ટ છે કે, પુરુષે કોઈ સેક્સ્યુઅલ એડવાન્ટેજ લીધો નહોતો. જો પુરુષે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા હોત તો ગોવામાં તેના માટે તક પણ હતી. પરંતુ એવી કોઇ ફરિયાદ મહિલાની નથી. મહિલા આરોપીના ઘરે ગઈ હતી અને તેના માતા-પિતાને પણ મળી હતી. તે ઉપરાંત બે વર્ષ સુધી તે આરોપીની સાથે રહી હતી.
હાઈકોર્ટે એમ પણ નોંધ્યું છે કે, ’આ કેસની ઋઈંછને જોતાં એ પણ સામે આવે છે કે ફરિયાદીએ માત્ર એ માટે જ ઋઈંછ નોંધાવી હતી કે પુરૂષના કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બંધાઈ ગયા હતા. સમગ્ર તથ્યો, ઋઈંછને ધ્યાને લઇ નીચલી અદાલતે જે આદેશ કર્યો છે એમાં હાઇકોર્ટને કોઈ ભૂલ જણાતી નથી અને તેથી સરકારની રિવિઝન અરજી રદ કરવામાં આવે છે.’