વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી પરિસરમાં યોજાયું સ્વચ્છતા અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં સામાન્ય માન્યતાથી વિપરીત એક પ્રેરક દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યાં ઉચ્ચ અધિકારીઓ જાતે જ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી પોતે સાવરણો લઈને કચેરી પરિસરની સાફ-સફાઈ કરવા ઉતર્યા હતા. તેમની સાથે પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
કલેક્ટર સહિતના અધિકારીઓએ જાતે જ સફાઈ કરીને “સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો એક ભાગ બને” તેવો પ્રેરક સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા અભિયાન દ્વારા શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો.