ખાસ-ખબર સંવાદદાતા
આઈએએસ અધિકારી કે. રાજેશની ધરપકડ કર્યાં બાદ સીબીઆઈએ કે. રાજેશને અમદાવાદના મિરઝાપુર કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે કે. રાજેશના સોમવારે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
કોર્ટે સીબીઆઈ અધિકારીઓને તમામ કેસના ડોક્યુમેન્ટ સાથે રાખવા માટે ટકોર પણ કરી હતી અને કહ્યું કે કોર્ટના સમય બરબાદ ન થવો જોઈએ.
- Advertisement -
આ કેસમાં સીબીઆઈના દરોડામાં તમામ અધિકારીઓના નિવેદન પણ લેવાય છે અને તમામ અધિકારીઓના નિવેદન કે. રાજેશના વિરુદ્ધમાં છે. સીબીઆઈએ વધુ પુછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં. કોર્ટમાં એવી પણ દલિલ થઈ કે દેશની ટોચની એજન્સી સરકારી અધિકારીને ટાર્ગેટ કરી રહી છે. જેની સામે સીબીઆઈ તરફથી એવું કહેવાયું કે ધરપકડ એટલા માટે કરવામાં આવી કેમકે કે રાજેશ તપાસમાં સહયોગ આપી રહ્યાં ન હતા. બે દિવસ સુધી સીબીઆઈએ કે. રાજેશની વિવિધ કેસમાં પુછપરછ કરી છે. બચાવપક્ષના વકિલે કે. રાજેશની ધરપકડ પર સવાલો ઉઠાવ્યાં હતા.
બચાવપક્ષ તરફથી સવાલ કરવામાં આવ્યો કે કોઈ પુરાવા છે? કે. રાજેશે કોર્ટમાં કહ્યું કે તેમને 2 દિવમાં 35 સવાલો કરવામાં આવ્યા અને તેમણે તમામના જવાબ આપ્યા છે. રાજેશે કહ્યું કે મે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે. કે. રાજેશે કોર્ટમાં કહ્યું કે તે બેંગ્લોર હતા અને નોટીસ મળતા જ અમદાવાદ આવી ગયા. કે. રાજેશે કહ્યું કે એવા ક્યાં કારણો છે કે જેના જવાબ મે આપ્યાં નથી અને મારૂ કરીયર ખતમ કરવામાં આવી રહ્યું છે.



