ભારત અને શ્રીલંકા વચ્ચેની રોમાંચક 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 67 રનથી મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની રોમાંચક 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીના રોજ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં યજમાન ટીમ ઈન્ડિયાએ 67 રનથી મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
- Advertisement -
જેના કારણે તેને મેચ બાદ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યાં જ મેચ સમાપ્ત થયા પછી, ભારતીય ટીમના વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ લીધો. જેમાં તેણે સૂર્યા સાથે તેના કમબેકની સ્ટોરી કહી છે.
વિરાટ કોહલીએ પોતાના કમબેકને લઈને આપી મોટી પ્રતિક્રિયા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વનડે પછી જણાવ્યું કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેવી રીતે પુનરાગમન કર્યું. જણાવી દઈએ કે કોહલી છેલ્લા 2 વર્ષથી રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. તે પિચ પર એક રન માટે તલપાપડ હતો. આવી સ્થિતિમાં સદી ફટકાર્યા બાદ કોહલીએ જણાવ્યું કે તેણે કેવી રીતે પુનરાગમન કર્યું. કોહલીએ સૂર્યકુમાર યાદવને કહ્યું કે, “મારો અલગ ટાઈમ ચાલી રહ્યો હતો, અને તેમના કારણે જ્યાં મારી ગેમ હતી હું તેનાથી ખૂબ જ દૂર હતી. હું ખૂબ જ ખરાબ રમી રહી હતી. હું તે સમયે ટીમમાં સૌથી ખરાબ ખેલાડી હતો અને આ વાત મને સ્વાકાર ન હતી. હું તેનાથી પાછળ ન હટી શકુ. ”
“હું તે સમયે ખૂબ ફ્રસ્ટેટ થઈ રહ્યો હતો જે મારી આસપાસના લોકો માટે બિલકુલ સારૂ ન હતું. એશિયા કપથી પહેલા હું ક્રિકેટને એન્જોય ન હતો કરી રહ્યો. પરંતુ બ્રેકથી આવ્યા બાદ હું રમતને ફરી એક વખત એન્જોય કરવા લાગ્યો. ટ્રેનિંગમાં મજા આવવા લાગી.”