અમરેલી લેટરપેડ કાંડ મામલે દિલિપ સંધાણીએ મુખ્યમંત્રી પત્ર લખ્યો….
સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટેના નિવૃત્ત જજની અઘ્યક્ષતામાં તપાસની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી નકલી લેટરપેડ કાંડ મામલે નવો વળાંક આવ્યો છે. લેટર પેડ કાંડમાં દિલિપ સંધાણીનુ નામ ઉછળતા ઇફકોના ચેરમેન દિલિપભાઇ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો હતો. અને હાઇકોર્ટેના નિવૃત્ત જજની અઘ્યક્ષતામાં તપાસની માંગણી કરી હતી. જેમા જણાવેલ કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડીયાના અહેવાલ થી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયત ના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્રારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઇ વઘાશીયા, એક મહિલા સહીત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી. અને જયારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા. ત્યારે તેઓને માર મારી કિશોરભાઇ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારૂ તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા માટે દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ. મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઇ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. વધુમાં જણાવેલ કે , આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.
આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કોટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે. તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગ કરી છે. અમરેલી લેટરપેડ કાંડ મુદ્દે જેલમુક્ત થયા બાદ મનીષ વઘાસીયા, અશોક માગરોળીયા અને જીતુ ખત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ વઘાસીયા એ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો. અને આ લેટર કોણે લખાવ્યો તે અંગે સ્ટોચર કર્યું હતું. અને દિલિપ સંધાણી, મુકેશ સંઘાણી, નારણ કાછડીયા આ બધા પાછળ છે કે તેમ મને પૂછપરછ કરી હતી. ત્યારે દિલિપ સંધાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી ધડાકો કર્યો હતો. આ સાથે પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલન સાથે અમરેલીની આબરુ બચાવો વાળી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કવિતા લખી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. જેમા લખ્યુ કે, સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના ઈ પાટીલ ગેંગનુ જ ગુનાહિત ષડયંત્ર છે, સીટીંગ જજને તપાસ સોપો અને “ગુજરાત ભાજપના ગુરુ” સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કોટેસ્ટ કરાવો, જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો..!
તેમ લખ્યું હતું. તેમજ દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને લેટરપેડ મામલે ડો.ભરત કાનાબારે પ્રતિક્રિયા આપી હતી. અમરેલીની લેટર કાંડનો રાજકીય એન્ગલ બાજુમાં રાખી દઈએ તો પણ જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે ખાસ કરીને એક દીકરીની રાત્રે ધરપકડ કરવી તથા રિક્ધટ્રક્શન ના નામે બજારમાં સરઘસ કાઢ્યું. ત્યારે દિલીપભાઈએ જે માંગણી કરી છે તેને સમર્થન આપું છું તેમ ડો. ભરતભાઇ કાનાબાર એ જણાવ્યું હતું. તેમજ પૂર્વ કોંગ્રેસ સાંસદ વીરજી ઠુંમરે પણ પ્રતિક્રીયા આપી હતી કે, ભાજપના નેતાઓના નાર્કોટેસ્ટ કરવાની માંગ કરી હતી. સાથે જે સત્ય છે તે બહાર લાવવા માટે તેમ જણાવ્યું હતું. હાલ તો અમરેલી લેટરપેડ કાંડ મામલે રાજકારણ ગરમાયું છે.