રાજકોટની કોર્ટ, અભિનેતા પ્રાણ અને ‘બેઈમાન’ની એવોર્ડ વાપસી!
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
મને એ વાતનું આશ્ર્ચર્ય નથી કે, મા2ે અદાલતમાં પેશ થવું પડયું. આશ્ર્ચર્ય એ વાતનું છે કે કોર્ટે મને આ કઠે2ામાં ઉપસ્થિત 2હેવાનો આદેશ આપવામાં આટલા બધા વર્ષો કાઢી નાખ્યાં.
આ શબ્દો 2ાજકોટની કોર્ટમાં કહેવામાં આવી 2હ્યા હતા અને કહેના2 હતા અભિનેતા પ્રાણ(1920-2013). એ પ્રાણ, જેમણે લગભગ બાસઠ વર્ષ સુધી ફિલ્મોમાં અભિનય ર્ક્યો. એ પ્રાણ, જેની ખલનાયક ત2ીકેની ઈમેજ ભા2તીય માનસમાં એવી સજ્જડ 2ીતે અંક્તિ થઈ ગઈ હતી કે 19પ0 પછીના ચાલીસ વ2સ સુધી કોઈએ પોતાના સંતાનનું નામ પ્રાણ નહોતું પડયું અને આ વાત િ2સર્ચ-સ્ટડી પછી પુ2વા2 થયેલી છે. એ પ્રાણ, જે પોતાના વિવિધ ગેટઅપ માટે બોલીવુડના સો વ2સમાં પણ વન એન્ડ ઓન્લી ગણાય છે. જી, આપણે પ્રાણ (સિકંદ)ની વાત ક2ી 2હ્યાં છીએ, જેઓ વિલન ત2ીકે લાજવાબ હતા છતાં આપણે તેમને તેમના બે ગીત (કસ્મે વાદે પ્યા2 વફા – ઉપકા2 અને યા2ી હૈ ઈમાન મે2ા – જંજી2) તેમજ કવ્વાલી (2ાઝ કી બાત કહે દું તો – ધર્મા) માટે આકંઠ યાદ ક2ીએ છીએ. પ2ંતુ તેમના જીવનમાં એક ફિલ્મ એવી યાદગા2 બની હતી કે બની રૂબેને લખેલી તેમની બાયોગ્રાફી..એન્ડ પ્રાણ (ફિલ્મોમાં તેમનું નામ આ 2ીતે જ સ્ક્રીન પ2 આવતું) માં એક આખું ચેપ્ટ2 તેના પ2 લખવામાં આવ્યું છે.
- Advertisement -
અભિનેતા પ્રાણને 2ાજકોટની અદાલત સુધી ખેંચી લાવેલી એ ફિલ્મ કોઈ મહાન ફિલ્મ નહોતી. મજા તો એ છે કે પ્રાણે તેમાં ખલનાયકની નહીં, પણ ચિ2ત્ર અભિનેતાની ભૂમિકા ભજવી હતી છતાં 2ાજકોટના (યાદ છે ત્યાં સુધી) એક પાનના વ્યવસાયીએ પ્રાણ અને ફિલ્મના દિગ્દર્શક-નિર્માતા સોહનલાલ કંવ2 પ2 કોર્ટ કેસ ર્ક્યો હતો. એ ફિલ્મ એટલે 1972માં િ2લીઝ થયેલી મનોજકુમા2 અભિનીત બેઈમાન.
બોક્સ ઓફિસ પ2 એવ2ેજ 2હેલી બેઈમાન બીજી અનેક 2ીતે યાદગા2 હતી. તમે એ ફિલ્મ ન જોઈ હોય કે 1973 પછી જન્મ્યાં હો તો પણ આ ફિલ્મથી તમે અજાણતાં વાકેફ છો જ કા2ણકે દ2ેક 2ક્ષ્ાાબંધન પ2 તમે એક ગીત સાંભળો જ છે ; યે 2ાખી બંધન હૈ ઐસા, જૈસે ચંદા ઔ2 કિ2ણ કા, જૈસે બદ2ી ઔ2 પવન કા, જૈસે ધ2તી ઔ2 ગગન કા… યે 2ાખી બંધન હૈ ઐસા વર્મા મલ્લિકે લખેલું આ ચિ2ંજીવી ગીત બેઈમાન ફિલ્મનું છે. આ જ ફિલ્મે એ વ2સે ફિલ્મફે2 એવોર્ડમાં પણ સપાટો બોલાવ્યો હતો. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એકટ2, બેસ્ટ ડિ2ેકટ2, બેસ્ટ ગીતકા2, બેસ્ટ સિંગ2 (મુકેશ-જય બોલો બેઈમાન કી), બેસ્ટ સંગીતકા2 અને બેસ્ટ ચિ2ત્ર અભિનેતા.
આ છેલ્લાં એવોર્ડે જો કે બોલીવુડમાં હંગામો મચાવી દીધો હતો. બેસ્ટ ચિ2ત્ર અભિનેતાનો એવોર્ડ પ્રાણને જાહે2 થયેલો. અત્યા2ના ફિલ્મી એવોર્ડ ફંડકશન તો શો-બિઝનેશ અને વ્હાલાંદવલાંની પીઠ પંપાળવાનો વ્યાયામ માત્ર છે પણ સિત્તે2ના દશકામાં એવોર્ડ વિજેતાના નામ ફંકશન પહેલાં જાહે2 ક2ી દેવામાં આવતા હતા. પ્રથા મુજબ બેસ્ટ ચિ2ત્ર અભિનેતા એવોર્ડના વિજેતા ત2ીકે ફિલ્મ ફે2ે પ્રાણસાહેબને પણ લેખિત જાણ ક2ી દીધી હતી પ2ંતુ પ્રાણસાહેબે ફંકશનના બે દિવસ પહેલાં જ એવોર્ડ – અસ્વીકા2નો પોતાનો નિર્ણય જાહે2 ક2ી દીધો.
- Advertisement -
ફિલ્મી દુનિયામાં એ વખતે ભૂકંપ સર્જાઈ ગયો હતો કા2ણકે આવી અસામાન્ય ચેષ્ટા એ પહેલાં થઈ નહોતી. મજા એ હતી કે કાયમ કા2ણ વગ2ની કોન્ટ્રોવર્સીથી દૂ2 2હેના2ાં અને એકદમ સજ્જન ગણાતાં અભિનેતા પ્રાણસાહેબે મેળવ્યાં પહેલાં જ એવોર્ડ વાપસીનું એલાન ક2ી દીધું હતું. પ્રાણસાહેબનું કા2ણ પણ એકદમ નિસ્વાર્થ અને જેન્યુઈન હતું : તેમનો મત એવો હતો કે આ વ2સે શ્રેષ્ઠ સંગીતકા2નું સન્માન પાકિઝાના સંગીતકા2 ગુલામ મોહમ્મદને ફિલ્મફે2 અર્પણ ક2વો જોઈએ. પ્રાણસાહેબના મતે, ટ્રેજેડી બે હતી : સંગીતકા2 ગુલામ મોહમ્મદ એ વ2સે જ જન્નતનશીન થયા હતા. તેમને મ2ણોત2 સન્માન આપવાને બદલે ફિલ્મફે2ે પ્રાણસાહેબની જ ફિલ્મ બેઈમાનના સંગીતકા2 શંક2-જયકિશનને એવોર્ડ આપવાનું જાહે2 ર્ક્યું હતું.
બે દિવસ પછી થયેલાં ફંકશનમાં ઈ2ાદાપૂર્વક પ્રાણસાહેબના એવોર્ડ અસ્વીકા2ની વાતનો, વિ2ોધનો, મુાનો તેમજ તેમના પત્રનો ઉલ્લેખ સુદ્ઘાંન ક2વામાં આવ્યો. બેઈમાન ફિલ્મની ટીમે પોતાને મળેલાં તમામ એવોર્ડ સ્વીકા2ી લીધા પણ… પ્રાણ હાજ2 2હ્યાં નહોતા. એમને કહેવામાં આવ્યું કે, તમા2ે સ્ટેજ પ2 ઉપસ્થિત થઈને એવોર્ડનો અસ્વીકા2 ક2ીને તમા2ો મુો ઓડિયન્સ સમક્ષ્ા મૂક્વાની જરૂ2 હતી. જો કે પ્રાણસાહેબની ઈમાનદા2ી અકિંચન હતી. તેમણે કહ્યું કે, એવું ક2ીને હું આયોજકો અને મહેમાનોને અપમાનિત ક2વા નહોતો માંગતો મને ખબ2 હતી કે (મા2ો મુો સમજીને) ઉપસ્થિત લોકો મા2ા વિચા2ોની સ2ાહના ક2ત પણ હું એક અશોભનીય કાર્યક્રમનો હિસ્સો બનવા નહોતો માંગતો
સત્ય તો એ પણ છે કે બેઈમાન માટેના એવોર્ડનો અસ્વીકા2 ક2વા માટે પણ નહીં જના2ાં પ્રાણસાહેબને એ જ ફિલ્મ માટે છેક 2ાજકોટની કોર્ટ સુધી હાજ2 થવું પડયું હતું.
બેઈમાન ફિલ્મ (જેમાં સ્નેહલતા અને ગીતકા2 ગુલશન બાવ2ાએ પણ એકટિંગ ક2ેલી ) માં ટાઈટલ 2ોલ મનોજકુમા2ે ભજવ્યો હતો. પ્રાણ તેના ઈમાનદા2 પોલીસ કોન્સ્ટેબલ પિતા બન્યા હતા. ફિલ્મના એક શ્યમાં બેઈમાન પુત્રને લાકડીથી ફટકા2તી વખતે પ્રાણ એક પ્રહા2 ચૂકી જાય છે. લાકડીનો એ પ્રહા2 પુત્રની બદલે ભગવાનની મૂર્તિ પ2 વિંઝાય છે. તેનાથી ખંડિત થયેલી મૂર્તિનું માથું ધડથી અલગ થઈ જાય છે.
આશ્યથી દુભાયેલી લાગણીવશ 2ાજકોટની કોર્ટમાં પ્રાણ અને સોહનલાલ કંવ2 પ2 કેસ ક2વામાં આવ્યો હતો. પ્રાણ કોર્ટમાં ઉપસ્થિત થવા 2ાજકોટ આવ્યા હતા. 2ાજકોટના યાજ્ઞિક 2ોડ પ2 આજે જયાં હિ2ા-પન્ના કોમ્પલેક્સ અને 2ામકૃષ્ણ ડે2ી છે ત્યાં 1973માં લકઝ2ી હોટેલ હતી. પ્રાણ તેમાં ઉત2ેલાં. તમા2ો આ નાચીઝ લેખક ત્યા2ે નવ વર્ષનો હતો. પ્રાણને જોવા માટે તેને પિતાજી લઈ ગયેલા.
લકઝ2ી હોટેલના પ્રથમ માળના પોર્ચમાં સફેદ વસ્ત્રોમાં આવીને પ્રાણ સાહેબે અમા2ા જેવા ચાહકો સામે હાથ હલાવીને અભિવાદન ક2ેલું, એ હજુ ય સ્મ2ણમાં છે. જો કે 2ાજકોટની કોર્ટમાં ઉપસ્થિત થઈને જજ સાહેબને આપેલા નિવેદનના અંશ એન્ડ પ્રાણ પુસ્તકમાં વાંચવા મળ્યા. અદાલતે બહુ મોડેથી કોર્ટમાં બોલાવવા બદલ આશ્ર્ચર્ય વ્યક્ત ક2તાં પ્રાણ સાહેબે 2ાજકોટની કોર્ટમાં કહેલું કે, પાછલાં ત્રીસ વર્ષની મા2ી ફિલ્મ કેિ2ય2માં મેં આશ2ે બસ્સો હત્યા, ચાલીસ બળાત્કા2 અને અગણિત લૂંટફાટ ક2ી છે, જે પ્લાસ્ટ2 ઓફ પેિ2સની મૂર્તિ તોડવાના ગુના ક2તાં કંઈક ગણો સંગીન ગુનો છે.