રાજકોટ જિલ્લાના સર્વે ખેડૂત મિત્રોને રાજકોટના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર.ટીલવાની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટેના આઇ-ખેડૂત પોર્ટલ પર સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ યોજના માટેની ઓનલાઈન અરજીઓ રજૂ કરવા તા.૧૮/૦૬/૨૦૨૧ થી તા.૧૭/૦૭/૨૦૨૧ સુધી, કિસાન પરીવહન યોજના માટેની ઓનલાઈન અરજીઓ રજૂ કરવા તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી તેમજ સોલાર લાઇટ ટ્રેપ માટેની ઓનલાઈન અરજીઓ રજૂ કરવા તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના ખેડૂત ખાતેદારોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી સહી કરી ઓનલાઈન અરજી સાથે ખેડૂત ખાતેદારનો જમીનનો-૮ અ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ તેમજ SC અને ST ખેડુતોએ જાતિના દાખલાની નકલ તાલુકા પંચાયતની ખેતીવાડી શાખામાં અરજી કર્યાથી દિન-૭ માં પહોચાડવા જણાવવામાં આવે છે.


