કેલિફોર્નિયાના વકતવ્યમાં વિજયભાઈ રૂપાણીના નેશન ફર્સ્ટના નારાને પ્રેક્ષકોએ આવકાર્યો
રાજકારણ નહીં પરંતુ સાફ નીતિની રાજનીતિ કરવાના મંત્રને વરેલી છે ભારતીય જનતા પાર્ટી
ડાઈ ફોર નેશનના બદલે લીવ ફોર નેશનના સુત્રને સાર્થક કરો
અમેરિકાના પ્રવાસે ગયેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માટે કેલિફોર્નિયામાં વસતાં ગુજરાતીઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જૈન સમાજ, આહિર સમાજ અને લેઉવા પેટલ સમાજ સહિતના આગોવાનો જોડાયા હતા. મંચસ્થ પર બિરાજમાન અતિથિઓનો આભાર માનીને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી પહેલા અને મુખ્યમંત્રી બન્યા પછી પણ કહેતો આવ્યો છું કે હું હંમેશા ગુજરાતનો સી.એમ રહેવાનો છું. મુખ્યમંત્રીનું રાજીનામું આપ્યા પછી પણ હું ગુજરાતનો સી.એમ એટલે ગુજરાતનો કોમન મેન છું.
ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે કરેલી જનકલ્યાણી કામગીરીના પાયાના સિદ્ધાંતો વિશે વાત કરતાં કહ્યું હતું કે, મારા કાર્યકાળમાં 4 સિદ્ધાંત પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને વિકાસશીલ ઉપર કામ કર્યું છે. કલ કરે શો આજના મંત્ર સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં લોકહિતના કાર્યો સરકારે કર્યા છે. અટલ બિહારી બાજપાઈના સુપ્રસિધ્ધ વાક્ય યે પદ નહીં, જિમ્મેવારી હૈ. યે પ્રતિષ્ઠા નહીં. ચુનૌતી હૈ ના સંકલ્પ સાથે જનતા માટે અનેકવિધ કામો કર્યા છે.
13 વર્ષ ગુજરાતમાં સી.એમ રહી ચુકેલા નરેન્દ્રભાઈ મોદીની તુલના એટલે સૂર્ય સાથે મીણબતીની તુલના.
- Advertisement -
પરંતુ તેમના દિશા-નિર્દેશ ઉપર ચાલીને સામાન્ય લોકો પણ અનુભૂતિ કરે એવી રીતે મારી સરકારે કામ કરવાના પ્રયાસો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સતાની લાલસા રાખ્યા વિના પોતાની સેવા આપી રહ્યો છે. સત્તાને સેવાનું સાધન બનાવીને ભાજપ સરકારે સબ સમાજ કો આગે બઢતે જાના હૈ સાથે કામ કર્યું છે તેમ વિજય રૂપાણીએ કહ્યું હતું.
હાઈકમાન્ડના એક આદેશથી મેં રાતોરાત રાજીનામું આપી દીધું હતું. ડાયફોર નેશનના બદલે લીવ ફોર નેશનના સુત્રને સાર્થક કરીને આપણે દેશ માટે જીવવાનું છે. તેથી સ્વહિતને પ્રાધાન્ય ન આપતાં દેશહિતને પ્રાધાન્ય આપવું જોઈએ. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દોડમાં આગળ વધી રહ્યા છે અને વધુ સારી રીતે કામગીરી કરશે. ચર્ચિલને યાદ કરતાં રૂપાણીએ કહ્યું હતું કે, લોકશાહી જેવી ખરાબ વસ્તુ એકપણ નથી પરંતુ ચર્ચીલે એ પણ કહ્યું છે કે લોકશાહી જેવી સારી એકેય વસ્તુ નથી. આમ ભાજપ સરકાર પણ સાફ નીતિ સાથે રાજકારણ નહીં પરંતુ રાજનીતિ સાથે આગળ વધી રહી છે.
- Advertisement -
ગુજરાતે પ્રાપ્ત કરેલી સિદ્ધીઓ વિશે વિસ્તૃત વાત કરતાં વિજયભાઈએ કહ્યું હતું કે, આજ ભારત – ગુજરાતનું નામ વિદેશની ધરતી પર ગુંજ્યું છે. એફ.ડી.આઈમાં એકલા ગુજરાતે 40ની ભાગીદારી નોંધાવી છે. લોકોને તકલીફ ન પડે તે માટે ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કના માધ્યમ સાથે ગામડાને શહેર સાથે જોડીને ઘર બેઠા સુવિધા પૂરી પાડી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધીને આપણા બાળકોને વિદેશમાં ન જવું પડે તેવા આયોજનો કર્યા છે. ગુજરાતમાં મેડીકલની પહેલા 900 જેટલી સીટ હતી જે વધીને 6000 જેટલી કરવામાં આવી છે. એન્જીનિયરીંગની 200 જેટલી કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રોજગારીની તકોમાં વધારો કરવામાં આવ્યો છે.
વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. નેશન ફર્સ્ટના નારા સાથે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ઉદ્યોગ, રોજગારી, સંસ્કૃતિ, શિક્ષણ અને આંતકવાદ ડામવા સહિતના ક્ષેત્રમાં વિકાસલક્ષી નિર્ણયો અને કામગીરી કરવામાં આવી છે. ઝીરો ટોલરેન્સ સાથે આંતકવાદને ડામવા દેશ પૂરી રીતે સક્ષમ છે. 370ની કલમ નાબુદ કરીને બતાવી દીધું છે કે ભારત દેશ હવે 1 ગોળીનો જવાબ 10 ગોળીથી આપી શકે એમ છે. ગુજરાતમાં પહેલા પોરબંદર સંતોક, સુરત મહોમદ સુરતી, અમદાવાદ લતીફ, કચ્છ ઈસ્માઈલ શેખના નામે ઓળખાતું પરંતુ હવે ગુજરાત સરદાર – ગાંધી અને મોદીના નામથી ઓળખાઈ છે તેમ વિજય રૂપાણી કહ્યું હતું.
જ્ઞાતિવાદ-જાતિવાદ-ભાષાવાદ-પ્રાતંવાદને ટકોર કરતાં રૂપાણીએ કહ્યું હતું કે રાષ્ટ્રભાવનાની ખેવના રાખવી જોઈએ. એકતા અને અખંડિતાને જાળવવાના પ્રયાસો દરેક નાગરિકે કરવા જોઈએ. વકતવ્યના અંતમાં રૂપાણીએ સમારોહમાં ઉપસ્થિત દરેક લોકોનું ઋણ સ્વીકારીને આભાર માન્યો હતો.