ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર ગઢડાના સાસુ અને પતિને વહુનું નાક કાપવું ભારે પડ્યું.વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેમની પુત્રવધુ રિસામણે હતી ત્યારે લાડુબેને ભોગ બનનારને પકડી રાખેલ અને ભોગ બનનાર ના પતિ કાળુભાઈ એ છરી મારી તેનું નાક કાપી નાખેલ જેની ફરિયાદ ગીર ગઢડામાં નોંધાઈ હતી.સરકાર તરફે જુદા જુદા 32 પુરાવાઓ રજૂ કરી જુબાની લેવામાં આવી.કાળુભાઈ ને 307 હેઠળ 10 વર્ષની સજા, 326માં 10 વર્ષની સજા, 5 હજાર રૂપિયાનો દંડ, 323માં 1 વર્ષની સજા અને મહિલા આરોપી લાડુબેનને 1 વર્ષની સજા ફરમાવતો હુકમ ઊનાના બીજા એડિશનલ જજ કે.જે.દરજી સાહેબ દ્વારા કરાયો છે.