ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હાલ નવી સિવિલ હોસ્પિટલ નિર્માણ પામી તેને પાંચ વર્ષ જેટલો સમય થયો છે. ત્યારે જુની સિવીલ હોસ્પિટલનો કાટમાણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જુની સિવિલ હોસ્પિટલની જગ્યામાં કોર્ટ સંકુલ બનાવવાની કામગીરી સમયે જુની સિવીલ હોસ્પિટલના વિસેરા રૂમમાંથી માનવીય અવશેષો મળતા તંત્રમાં દોડધામ મચી હતી.
- Advertisement -
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું બેજવાબદાર ભર્યુ જોવા મળી રહ્યું છે. ગઇકાલે જુની સિવીલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવેલ વિસેરા પ્રિઝર્વેટિવ રૂમમાંથી કાચની બરણીઓમાં રાખવામાં આવેલ વિવિધ માનવીય અવસેષો મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને બી-ડીવીઝન પોલીસને જાણ થતા જુની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે સ્થાનિક આગેવાનોએ સિવિલ હોસ્પિટલના બેજવાબદાર લોકો સામે પગલા ભરવાની માંગ કરી હતી.