સહ કર્મચારીઓ લંચ દરમિયાન સામાજિક વ્યથાઓની આપ – લે કરી શકશે
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા કલકેટર કચેરીમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. કલેકટર કચેરીમાં હ્યુમન લાઇબ્રેરીનાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ અવનવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. જૂનાગઢ જિલ્લામાં વિવિધ યોજનાઓ બાદ વધુ અનેક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં હ્યુમન લાઇબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચેકરીનાં રૂમ નંબર 21માં આજે હ્યુમન લાઇબ્રેરનુ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ લાઇબ્રેરી સમગ્ર ગુજરાતની પ્રથમ અને ભારતની સરકારી ઓફીસમાં પ્રથમ એવી લાઇબ્રેરી હશે કે જયાં સહ કર્મચારીઓ લંચનાં સમય દરમિયાન પોતાની સામાજિક વ્યથાઓની આપ – લે કરી શકશે.