ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રથમ વર્ગ ચાલી રહ્યો છે, જેમાં 300 સ્વયંસેવક ભાગ લઇ રહ્યા છે. અહીં રાષ્ટ્ર ભાવના સાથે જીવન ઘડતરનાં પાઠ પણ શિખવવામાં આવી રહ્યા છે. તેમજ ગઇકાલે નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.સંઘ શિક્ષા વર્ગમાં કથાકાર અને પત્રકાર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણીએ કહ્યું હતું કે, સંઘનાં વર્ગમાં શિક્ષાર્થી, શિક્ષક અને પ્રબંધક શુલ્ક ભરે છે. સંઘ શિક્ષા વર્ગનાં માધ્યથી સમાજમાં સારું શુ કામ કરવાનું છે તેનું ભાથું મળી જાય છે. અહીં સૈનિક જેવી તાલીમ મળે છે.
- Advertisement -
પણ કામ વૈચારિક કરવાનું હોય છે. વર્ગ દરમિયાન જુદા જુદા મુલાકાતીઓ આવે છે. તબીબો, વકીલો, શિક્ષણ સાથે જોડાયેલા લોકો મુલાકાતે આવ્યાં હતાં. આજે કથાકારો આવ્યો છે. સમાજમાં પરિવર્તન કથાકાર જ લાવી શકે. હિન્દુત્વ એ જ રાષ્ટ્રત્વ છે. તેમજ સંઘ શિક્ષા વર્ગમાં નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢનાં પત્રકારો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચાર પ્રમુખ પંકજભાઇ રાવલે પત્રકારત્વની શરૂઆત, પત્રકારની ભૂમિકા, વિદેશી પત્રકારત્વ, ગુજરાતી પત્રકારત્વ તેમજ નારદજી અને પત્રકારત્વ સહિતનાં મુદાની ચર્ચા કરી હતી. આ તકે વિભાગ પ્રચાર પ્રમુખ કમલભાઇ રાવલ સહિતનાં હાજર રહ્યાં હતાં.