હુવાવે મેટ XT iPhone 16ને આપશે ટક્કર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હુવાવે કંપનીએ આઈફોન 16 સિરીઝ લોન્ચ થયાના થોડા કલાકો બાદ જ દુનિયાનો પહેલો ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. થ્રી ફોલ્ડિંગ હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન સંપૂર્ણ પણે અનફોલ્ડ થયા બાદ 10.2 ઇંચની મોટી સ્ક્રીન આપે છે. આ ટ્રિપલ ફોલ્ડ ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 5600mAh મોટી બેટરી અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
Huawei Mate XT અલ્ટીમેટ ડિઝાઈનના 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 19999 યુઆન (લગભગ 235900 રૂપિયા) રાખવામાં આવી છે. આ ટ્રિપલ ફોલ્ડ ફોનના 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 યુઆન (લગભગ 259500 રૂપિયા) અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 યુઆન (લગભગ 283100 રૂપિયા) છે.
આ ટ્રિપલ ફોલ્ડ ફોન ડાર્ક બ્લેક અને કોટન રેડ કલર ખરીદી શકાય છે. આ ફોનને Huawei Vmall પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે. ચીનમાં હેન્ડસેટનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.
- Advertisement -
Huawei Mate XTઅલ્ટીમેટ ડિઝાઇન સ્માર્ટફોનમાં 10.2 ઇંચ (3,184સ2,232 પિક્સલ) ફ્લેક્સિબલ એલટીપીઓ OLED સ્ક્રીન આપવામાં આવી છે અને એકવાર ફોલ્ડ થયા બાદ આ સ્ક્રીન 7.9 ઇંચ (2,048સ2,232 પિક્સલમાં બદલાઇ જાય છે. બે વાર ફોલ્ડ કરતી વખતે ફોનમાં 6.4 ઇંચની મોટી સ્ક્રીન (1,008સ2,232 પિક્સલ મળે છે.
કંપનીએ હજુ સુધી હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઈનના ચિપસેટ વિશે માહિતી આપી નથી. આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનમાં 16 જીબી સુધીની રેમ મળે છે. ડિવાઇસમાં 256 જીબી, 512 જીબી અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન મળે છે. હુવાવેના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5600ળઅવ બેટરી આપવામાં આવી છે, જે 66ઠ વાયર્ડ અને 50Wવાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
હુવાવેના ત્રણ વખત ફોલ્ડ થનાર સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને વેરિયેબલ અપાર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, એપર્ચર એફ / 2.2 અને ઓઆઇએસ સાથે 12-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 5.5 ઓપ્ટિકલ ઝૂમ અને એપર્ચર એફ / 3.4 સાથે અલ્ટ્રાવાઇડ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં ડિસ્પ્લે પર વચ્ચે આપવામાં આવેલા હોલ-પંચ કટઆઉટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન ફોલ્ડેબલ ફોન નું ડાયમેન્શન 156.7x73x12.8mm માપે છે અને તેનું વજન 298 ગ્રામ છે. આ ડિવાઇસમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ, એનએફસી અને યુએસબી 3.1 ટાઇપ-સી પોર્ટ છે. આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.