ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’નો બોક્સઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝના બીજા દિવસે ગણતંત્ર દિવસનો ભરપૂર ફાયદો મળ્યો છે.
ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’નો બોક્સઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ ‘ફાઇટર’એ બોક્સઓફિસ પર સારી શરૂઆત કરી છે. આ ફિલ્મને રિલીઝના બીજા દિવસે ગણતંત્ર દિવસનો ભરપૂર ફાયદો મળ્યો છે. આ ફિલ્મે બે દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. દર્શકોને ફિલ્મ ‘ફાઇટર’માં ઋતિક રોશનનો એક્શન અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની કેમિસ્ટ્રીએ દર્શકોને દીવાના કરી દીધા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
રિપબ્લિક ડેના દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી
બીજા દિવસે ફિલ્મ ‘ફાઇટર’ના કલેક્શનમાં 73.33 ટકાનો વધારો થયો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગુરુવારે પહેલા દિવસે ફિલ્મે 22.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે રિપબ્લિક ડેના રોજ આ ફિલ્મે 39 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’એ માત્ર બે દિવસમાં ભારતમાં 61.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ વીકએન્ડ સુધીમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.
‘ફાઇટર’ બજેટ
સિદ્ધાર્થ આનંદે ફિલ્મ ‘ફાઈટર’નું નિર્દેશન કર્યું છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે ઋતિક સાથે ‘બેંગ બેંગ’ અને ‘વોર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશને સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘ફાઇટર’માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ તથા અન્ય સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘ફાઇટર’ 250 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.