જીવનમાં સુખદુ:ખ કેમ આવે છે? સુખ અને દુ:ખથી પર થઇને કેવી રીતે જીવી શકાય? આધ્યાત્મિક જ્ઞાનને જીવનમાં ઉતારવાથી જીવનમાં આવતાં અનેક પ્રકારનાં દુ:ખથી દૂર રહી શકાય અને જીવનમાં સુખશાંતિ પ્રાપ્ત થઇ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું કે સુખદુ:ખ, ઠંડી અને ગરમી જેવાં હોય છે. સુખદુ:ખની અવરજવર ગરમીઠંડીની આવનજાવન બરાબર છે. એટલે આપણે સહન કરતા શીખવું જોઈએ. જ્ઞાન માર્ગમાં આગળ વધી રહેલા જે સાધકે ખોટી ઇચ્છાઓ અને લાલચનો ત્યાગ કર્યો હોય માત્ર તેને જ પરમ સુખશાંતિ મળી શકે છે. આ સૃષ્ટિમાં કોઈ પણ વ્યક્તિ ઇચ્છાઓથી મુક્ત રહી શકતી નથી, પરંતુ ખરાબ ઇચ્છાઓને છોડી તો શકેને? બસ! આવી ઇચ્છાઓનો ત્યાગ એટલે સુખ. આપણા જીવનમાં સુખદુ:ખ આવતાંજતાં રહે છે. એટલે એના વિશે વધુ વિચારીને દુ:ખી ન થવું જોઈએ. દુ:ખની પરિસ્થિતિ આવી પડી હોય તેને સહન કરતા શીખો, કેમ કે આજે દુ:ખ છે તો કાલે સુખ પણ આવશે જ.
સુખ અને દુ:ખથી પર થઇને કેવી રીતે જીવી શકાય
Follow US
Find US on Social Medias