40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું અસલી કારણ ખબર પડશે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું?
- Advertisement -
દૂરદર્શન તથા અન્ય મીડિયા પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું હતું.
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાબતે કૂપર હૉસ્પિટલના ડૉક્ટર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “જ્યારે તેમને હૉસ્પિટલ લવાયા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હજુ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.”
“મૃત્યુના સાચા કારણ અંગે બાદમાં જાણ કરવામાં આવશે.”
- Advertisement -
સિદ્ધાર્થ શુક્લાના પરિવારના જણાવ્યાનુસાર તમને હાર્ટઍટેક આવ્યો હતો.
જ્યારે ન્યૂઝ એજન્સી ANI સાથે મુંબઈ પોલીસે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું, “સિદ્ધાર્થ શુક્લાના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. હજુ સુધી મોતનું કારણ નક્કી કરી શકાયું નથી. પોલીસની એક ટીમ તેમના ઘરે તપાસ માટે હાજર છે.”
ANIએ વધુ એક ટ્વીટમાં મુંબઈની કૂપર હૉસ્પિટલ સાથે કરેલી વાતચીત પ્રમાણે, “ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાને સવારે 10.30 વાગ્યે હૉસ્પિટલ લવાયા હતા. હજુ સુધી તેમના મૃત્યુનું કારણ નક્કી કરી શકાયું નથી.”
સિદ્ધાર્થ શુક્લાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
https://www.instagram.com/p/CS8nUTEijiP/?utm_source=ig_web_copy_link
આ દરમિયાન તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાઇરલ થઈ રહી છે. જેમાં તેમણે એક તસવીર શૅર કરીને ફ્રન્ટલાઇન વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું છે, “બધા જ ફ્રન્ટલાઇન વર્કર્સનો દિલથી ધન્યવાદ. તમે જીવને જોખમમાં મૂકો છો.”
“કલાકો સુધી કામ કરો છો અને બીમાર લોકોને આરામ આપો છો, જેઓ પોતાના પરિવાર સાથે હોતા નથી. તમે ખરેખર બહાદુર છો. ફ્રન્ટ લાઇનમાં રહેવું સહેલું નથી. પણ ખરેખર તમારા પ્રયાસોને અમે બિરદાવીએ છીએ.”
મનોજ બાજપેયીએ કહ્યું, ‘શબ્દો ખૂટે છે’
ટ્વિટર પર #SiddharthShukla ટ્રૅન્ડ થવા લાગ્યું છે.
અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વીટ કર્યુ, “OMG!!! તેમના અંગત લોકોને પડેલી ખોટ અને આઘાતને વર્ણવા માટે શબ્દો ખૂટે છે. તેમને શાંતિ મળે! નો યાર!!!”
રાકેશ રાઉત નામના યુઝરે લખ્યું, “મને વિશ્વાસ નથી થતો કે મારા ઑલટાઇમ ફૅવરિટ સિદ્ધાર્થ શુક્લા હવે નથી રહ્યા.”
રાહુલ મિશ્રા નામના યુઝરે લખ્યું, “એસએસઆર (સુશાંતસિહ રાજપૂત), દિવ્યા ભારતી, પરવીન બાબીનાં મૃત્યુની પુષ્ટિ પણ કૂપર હૉસ્પિટલે કરી હતી.”
“મારે આને અવગણવું છે, પણ નથી અવગણી શકતો. અહીં કશુંક શંકાસ્પદ જણાઈ રહ્યું છે.”
ખુશીસિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, “આ બધા ‘આઉટસાઇડર’ કે જે પોતાની કારકિર્દીની ટોચ પર હતા, તેમણે રાતોરાત પોતાનો જીવ ગુમાવ્યો અને બધા જ પોસ્ટમૉર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા. કેમ? શું મુંબઈમાં બીજી કોઈ હૉસ્પિટલ નથી?