અદનની ખાડીમાં હુતીઓના હુમલા યથાવત
જહાજો ક્ષતિગ્રસ્ત થયા, નાવિક ઘાયલ
ગાઝામાં થઈ રહેલા ઈઝરાયેલના હુમલાથી મધ્યપુર્વ ગુસ્સે ભરાયું છે તે આ હુમલાનું કારણ અમેરિકાને માને છે જેથી યમનના હુતી વિદ્રોહીઓ અદનની ખાડીમાં વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
અમેરિકા, બ્રિટન સહિત અને દેશો ચેતવણી આપી ચૂકયા છે તેમ છતાં હુતી વિદ્રોહીના હુમલા ચાલુ છે. અદનની ખાડીમાં બે ક્રુઝ મિસાઈલોથી હુમલા કરી એક માલવાહક જહાજને ક્ષતિગ્રસ્ત બનાવી દીધું હતું. આ હુમલામાં એક નાવિક ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે અમેરિકી સેનાએ તેને સુરક્ષિત બચાવી લીધો હતો. હુતી વિદ્રોહીઓએ છેલ્લા 24 કલાકમાં 3 જહાજોને નિશાન બનાવ્યા હતા. હુતીઓએ કહ્યું હતું કે ગાઝામાં થતા હુમલાનો આ જવાબ છે.