લોકસભામાં ‘હરદીપ પુરી રાજીનામું આપો’ના નારા લાગ્યા
રાહુલ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવા માંગતા હતા: ભાજપના આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બજેટ સત્રના 13મા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર 10 મિનિટ ચાલી. શુક્રવારે કાર્યવાહી શરુ થતાની સાથે જ વિપક્ષના સાંસદોએ ’હરદીપ પુરી રાજીનામું આપો’ના નારા લગાવ્યા. પાંચ મિનિટ પછી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ વખતે, હોબાળા વચ્ચે, શિક્ષણ અને કાયદા મંત્રાલયને લગતા કેટલાક બિલ રજૂ કરવામાં આવ્યા. આ પછી, અધ્યક્ષ સંધ્યા રાયે લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત કરી દીધી. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાવાનું છે. 23 દિવસના વિરામ પછી સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
આ દરમિયાન, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવાનો પ્લાન કરી રહ્યા હતા.
દુબેએ ડ પરની એક પોસ્ટમાં લખ્યું: સોરોસ, ફોર્ડ ફાઉન્ડેશન અને ટુકડે-ટુકડે ગેંગના નેતા રાહુલ ગાંધી સામે આ મારા આરોપો છે, જેના માટે મેં લોકસભા સ્પીકર સાથે ચર્ચા કરવાની મંજુરી માંગી છે. શું લોકસભામાં વિપક્ષ નેતાઓ સત્તા મેળવવા માટે ભારતના ભાગલા પાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે? આ પહેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં સબસ્ટેન્સિવ મોશન રજૂ કર્યુ છે. રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. દુબેએ રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું, ‘પંજાબમાં ખેડૂતો મુશ્ર્કેલીમાં મુકાઈ રહ્યા છે. મંત્રીએ અમને જણાવવું જોઈએ કે એમએસપીને કાયદેસર સ્વરૂપ ક્યારે આપવામાં આવશે. સીધો જવાબ આપો.’ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘અમે ખર્ચમાં 50 ટકા નફો ઉમેરીને ખજઙ નક્કી કર્યો છે. તેમની સરકાર દરમિયાન આવું નહોતું. હવે, ખેડૂતોને ફાયદો છે. તેથી જ તેઓ ખુશ છે.’ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના સિહોર, રાયસેન અને નર્મદાપુરમમાં મગના પાક અંગેના સવાલના જવાબમાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું – હું મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો આભાર માનવા માંગુ છું.
RJD સાંસદોનું વિરોધ પ્રદર્શન, પીએમ મોદી અને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી
- Advertisement -
રાષ્ટ્રીય જનતા દળ (છઉંઉ)ના સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી અને કેન્દ્રને અનામત નીતિમાં રાજકીય લઘુમતીઓ અને ઘઇઈ માટે ક્વોટા વધારવા વિનંતી કરી. પ્રદર્શનકારીઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો (ઘઇઈ) અને અત્યંત પછાત વર્ગો (ઊઇઈ) માટે 65% અનામત અને બંધારણની નવમી અનુસૂચિમાં તેનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.



