ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર 41 વ્યક્તિઓને કલેકટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મહેસુલ, સંગીત, શિક્ષણ, વન વિભાગ, 108 ઈમરજન્સી સેવા, આરોગ્ય સેવા, રોડ સેફ્ટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માનિત કરાયા હતા. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જુનાગઢ જિલ્લાના માનનીય કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જીલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન ના વરદ હસ્તે વર્ષ દરમિયાન કરેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 108 અને ખિલખિલાટ, આરોગ્ય ધનવંતરી રથ કર્મચારીઓને પ્રશસ્ત્રીપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ હતા. કર્મચારીનુ મનોબળ મજબૂત કરેલ તથા 108ના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહણ અને જિલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલા પણ આ કાર્યક્રમમાં હાજરી આપેલ.
મેંદરડામાં પ્રજાસતાક પર્વે 108 ઈમરજન્સી સેવા સાથે સિદ્ધિ હાંસલ કરનાર 41 વ્યક્તિઓનું સન્માન
