ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી ધંધાર્થીઓને બોર્ડ મૂકવા, આરોગ્યલક્ષી ખાદ્ય પદાર્થો સહિતના પ્રશ્ર્નોને લઈને સૂચના તથા નમૂના લેવામાં આવે છે ત્યારે શહેરના મોટી ટાંકી ચોકમાં આવેલ શ્રેણીક એજન્સીમાંથી શ્રીજી મધ, જવાહર રોડ પર આવેલ ગેલેક્સી કોમ્પલેક્ષ સામે આવેલ વેદા ઓર્ગેનીક મધ અને ગોડાઉન રોડ પર આવેલ હરિસન્સ વેન્ચર પ્રા. લી.માંથી હનીવેદા હિમાલયન ફોરેસ્ટ મધનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે મોકલેલ છે. આ ઉપરાંત શહેરના કુવાડવા મેઈન રોડ વિસ્તારમાંથી ખાણી-પીણીના તથા ઠંડા પીણાંના 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થીઓને 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધિત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવેલ છે તથા 10 પેઢીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે.