– મહિને 40થી45 લાખ રૂપિયા ઝેડ પ્લસ સિકયોરીટી ખર્ચના ભરવા પડશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સિકયોરીટી વધારી દીધી છે. હવે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ છે. જો કે આ સિકયોરીટીનો ખર્ચ મુકેશ અંબાણી ભોગવશે. આ ખર્ચ માસિક 40 લાખથી 45 લાખ રૂપિયા આવશે. અહેવાલો મુજબ આઈબીની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ ફેસલો કર્યો છે. આરબીએ મુકેશ અંબાણી પર ખતરાનો ભય દર્શાવ્યો હતો.
- Advertisement -
મુકેશ અંબાણીની સિકયોરીટી એવા સમયે વધારવામાં આવી છે, જયારે ગત વર્ષે તેમના ઘર એન્ટીલિયા બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં જિલેટીનની સળીઓ મળી આવી હતી. આ ઉપરાંત તેમને ધમકીભર્યા કોલ પણ આવતા હતા.58 કમાંડો કરશે અંબાણીની સુરક્ષા: સીઆરપીએફના લગભગ 58 કમાંડો મુકેશ અંબાણી અને તેમના પરિવારની 24 કલાક સુરક્ષા માટે તૈનાત રહેશે.
આ કમાન્ડો જર્મનીમાં બનેલી હેકલર એન્ડ કોચ એમપી-5 સબમશીન ગન સહિત આધુનિક હથિયારોથી સજજ રહે છે. આ મશીન ગનમાંથી એક મીનીટમાં 800 રાઉન્ડ ગોળીઓ છોડી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઝેડપ્લસ સિકયોરીટી ભારતમાં વીવીઆઈપીની સૌથી હાઈ લેવલની સુરક્ષા છે. જે અંતર્ગત 6 સેન્ટ્રલ સિકયોરીટી લેવલ હોય છે. અગાઉથી જ અંબાણીની સિકયોરીટીમાં રાઉન્ડ ધી કલોક 6 ડ્રાઈવર રહેલા છે.