દિલ્હી સરકારે 2015માં ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી, જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું, જોકે બાદમાં સરકાર પર આરોપ હતો કે, દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે
દિલ્હીમાં વિવાદાસ્પદ દારૂની નીતિથી ઘેરાયેલા નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધારો થઈ શકે છે. આ તરફ હવે ગૃહ મંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા જાસૂસીના આરોપોની સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. તાજેતરમાં, સીબીઆઈએ દિલ્હી સરકારના ‘ફીડબેક યુનિટ’ પર જાસૂસીનો આરોપ લગાવતા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ સામે કેસ નોંધવાની પરવાનગી માંગી હતી.
- Advertisement -
Ministry of Home Affairs has given sanction to prosecute Delhi Deputy CM Manish Sisodia under the Prevention of Corruption Act in the 'Feedback Unit' alleged snooping case pic.twitter.com/mEZfVt8K0g
— ANI (@ANI) February 22, 2023
- Advertisement -
મહત્વનું છે કે, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી હતી. જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે, આ સાથે તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. જોકે બાદમાં સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી હતી.