કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા કહ્યું, કે ‘હ્યુન્ડાઈ શ20 કારમાં સાંજના 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ. અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -
ફરીદાબાદમાં 1000 જવાનોનું મેગા સર્ચ ઓપરેશન
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં આઠ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે શ-20 કાર માલિકીની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, આજે સવારે પણ ફરીદાબાદના અંતરિયાળ વિસ્તારોમાં 1000 જવાનને મેગા સર્ચ માટે ઉતારવામાં આવ્યા છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આખી રાત દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને આસપાસના વિસ્તારોમાં હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ટીમોએ હોટલના રજિસ્ટર તપાસ્યા. સર્ચ દરમિયાન ચાર શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.



