અમિત શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની ગુંજ દેશભરમાં સંભળાઈ રહી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી થઈ છે. અમિત શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી. અમિત શાહે તેમની પત્ની સોનલ શાહ સાથે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.
- Advertisement -
#WATCH | Delhi: Union Home Minister Amit Shah and his wife Sonal Shah hoist the tricolour at their residence as the #HarGharTiranga campaign begins today. pic.twitter.com/nvxJTgK7nC
— ANI (@ANI) August 13, 2022
- Advertisement -
ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. કારણ કે, 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણી કરવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આઝાદીના આ અમૃત ઉત્સવને ઐતિહાસિક બનાવવા માટે દેશવાસીઓને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સરકારે 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગઈકાલે દેશના વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી હતી.
દિલ્હીમાં સીઆરપીએફએ ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા યાત્રા કાઢી હતી, જ્યારે હરિયાણાના અંબાલામાં ગૃહમંત્રી અનિલ વિજે તિરંગા યાત્રા દ્વારા લોકોને ઘર-ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, ઉત્તરાખંડના ખાતિમામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આઝાદીના અમૃત પર્વ પર તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. પટનામાં બીજેપી નેતાઓએ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ત્રિરંગા બાઇક રેલી પણ કાઢી હતી.
Delhi | Union Home Minister Amit Shah and his wife Sonal Shah hoist the tricolour at their residence as the #HarGharTiranga campaign begins today. pic.twitter.com/uk4FA7USbV
— ANI (@ANI) August 13, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું અપીલ કરી ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જુલાઈએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની અપીલ કરી હતી. આ દરમ્યાન સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે દેશમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઘોષણા બાદથી, લોકોને 20 કરોડથી વધુ તિરંગા પ્રદાન કરવામાં આવ્યા છે.