કારકિર્દીની શરૂઆત બ્રોડવે એન્ડ લેટર થી કરી હતી. 90 ના દાયકાના અંત સુધીમાં એમને ફિલ્મો અને ટીવી સીરિઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
હોલીવુડના ફેમસ વિલન હેનરી સિલ્વાનું 95 વર્ષની વયે અવસાન થયું છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે હેનરીએ હંમેશા ગેંગસ્ટર અને વિલનના દરેક પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. હેનરીના દીકરા સ્કોટ સિલ્વાએ તેમના પિતાના મૃત્યુની જાણકારી આપી હતી. હેનરી સિલ્વા હોલીવુડના ઘણા ફિલ્મમેકર્સના પસંદિતા વિલન હતા. આજે હેનરી આપણા વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો દ્વારા હંમેશા આપણી સાથે રહેશે.
- Advertisement -
કોઈ પાત્ર ભજવી લીધું પછી બીજી વખત એવું જ પાત્ર નહતા ભજવતા
હેનરી સિલ્વાએ 1963ની ‘જોની કૂલ’માં એક હત્યારાની ભૂમિકા ભજવી હતી, 1981માં આવેલ ‘બર્ટ રેનોલ્ડ્સ’ શાર્કિસ મશીનમાં એક ડ્રગ એડિક્ટ, 1998માં આવેલ ફિલ્મ ‘ધ લો’માં હું એક ભ્રષ્ટ CIAની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ હેનરીએ સુપરમેન અને બેટમેનમાં કુખ્યાત બેનને પોતાનો અવાજ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન હેનરીએ કહ્યું હતું કે તેણે કોઈ પણ એવું પાત્ર નથી ભજવ્યું નથી જે તે કોઈ તેની પહેલી ફિલ્મમાં નિભાવી ચૂક્યા હોય. હેનરી તેના કામને લઈને ખૂબ જ કમિટેડ હતા અને આ જ વાત તેને અન્ય લોકોથી ખૂબ જ અલગ બનાવતી હતી.
the Great Henry Silva has died at 95 years old – I did a film with him in 1977 when we were both in Contract on Cherry Street in which Frank Sinatra starred – Henry was part of Frank S’s inner circle & Rat Pack – he was a terrific person and gave us Great performances RIP Henry pic.twitter.com/9nKHmDSgXV
— Robert Davi (@RobertJohnDavi) September 18, 2022
- Advertisement -
ઉછેર પણ એવા જ વાતાવરણમાં થયો હતો
હેનરીનો જન્મ બ્રુકલિનમાં 1926માં થયો હતો. જણાવી દઈએ એ તેમનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો જેણે હેનરીને વધુ સારો વિલન બનવામાં મદદ કરી હતી. હેનરીએ તેની કારકિર્દીની શરૂઆત બ્રોડવે એન્ડ લેટર થી કરી હતી. 90 ના દાયકાના અંત સુધીમાં એમને ફિલ્મો અને ટીવી સીરિઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.