400 વર્ષ કરતા જૂની પરંપરા મુજબ વૈષ્ણવો દ્વારા ગવાય છે હોળી રસિયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્વ છે. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વૈષ્ણવો શરૂ કરે છે. જૂનાગઢના રેડક્રોસનાં પટાંગણમાં 150 થી પણ વધુ મહીલાઓ દ્વારા વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા ગાનનો ધાર્મિક, પરંપરાગત કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
જૂનાગઢમાં પણ દર વર્ષે હોળી-ધૂળેટી સુધી સળંગ 40 દિવસ વિવિધ સ્થળોએ મહીલાઓ દ્વારા હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિમય ભજનો, ગીતો ગવાય છે અને હોળી પર્વને એક જીવંત પર્વની ખાસ અનુભૂતિ કરવા પ્રયત્ન થતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી-રસિયાનું આગવું મહત્વ રહેલું છે. એવું પણ કહેવાય છે કે વ્રજભુમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાનાં ફૂલના રંગ છાંટીને રમ્યા હતા. તેમની યાદમાં સમગ્ર વ્રજભુમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે અને એકબીજા પર પુષ્પવર્ષા કરીને ભક્તિભાવ સાથે ફૂલથી હોળી રમવામાં આવે છે.
આ રસિયાનો કાર્યક્રમને સફળ બનાવવા જલારામ રઘુવંશી મહિલા મંડળનાં મીનાબહેન પરપડા, પ્રીતિબહેન સાંગાણી, ધ્રુવીબહેન કારીયા, હિનાબહેન ઠકકર, ગીતાબહેન ખખ્ખર, જયશ્રીબહેન પલાણ, શિલ્પાબહેન સાંગલાણી, હર્ષાબહેન અઢિયા, શીલાબહેન બુધ્ધદેવ, રશમિબહેન સેજપાલ, શીતલબહેન તન્ના, જ્યોત્સનાબહેન રૂપારેલિયા, કવિતાબહેન કારીયા, મીનાબેન દત્તા, શરલાબહેન સોઢા, રક્ષાબહેન દેવાણી, નીરૂબહેન ઠકકર તેમજ ક્રિષ્નાબહેન ગઢીયા તેમજ વૈષ્ણવ સંપ્રદાયની બહેનો દ્વારા કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.