ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં તાજેતરમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા ફૂલ ફાગ મહોત્સવનો લાભ લીધો હતો. રાજકોટના શ્રીનાથધામ હવેલી, સ્પીડવેલ પાર્ટી પ્લોટના સામેના પટાંગણમાં ટઢઘ રાજકોટ સમિતિ દ્વારા પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં ભવ્ય હોલી રસિયા ફુલ ફાગ મહોત્સવનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો. સાથે જ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સ્વમુખેથી હરિનામ સંકીર્તન ધૂનનું પ્રત્યક્ષ શહેરીજનોએ આનંદ માણ્યો હતો. આ મહોત્સવમાં રામભાઈ મોકરીયા રાજ્યસભા સાંસદ, ડો. દર્શિતાબેન શાહ ધારાસભ્ય, નયનાબેન પેઢડીયા મેયર રાજકોટ, મનિષભાઈ રાડીયા દંડક શાસક પક્ષ, ગોવિંદભાઈ પટેલ પૂર્વધારાસભ્ય, મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટિયા, નાથાભાઈ કાલરીયા, હેમંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂજ્યશ્રી દ્વારા શ્રીનાથધામ હવેલી ખાતે ઠાકુરજી સમક્ષ 200થી પણ વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા લીધી હતી.