40 લોકોની ધરપકડ,હિંસા બાદથી શહેરમાં કર્ફ્યૂ લાગુ કરાયો
કર્ણાટકના જૂના હુબલી શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટ અંગે રવિવારે મોટી સંખ્યામાં લોકોએ કથિતરૂૂપે હોબાળો કર્યો હતો. તેમણે પોલીસની ગાડીઓ, નજીકની એક હોસ્પિટલ અને એક હનુમાન મંદિરને નુકસાન પહોંચાડ્યું અને અમુક પોલીસ અધિકારીઓને પણ ઘાયલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે હુબલી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ છે. હુબલી-ધારવાડના પોલીસ કમિશનર લઘુ રામે જણાવ્યું કે લગભગ 40 લોકોની ધરપકડ કરાઈ છે અને અમુક એફઆઈઆર પણ નોંધાઈ છે. ડ્યુટી પર તહેનાત અમારા 12 અધિકારી ઘવાયા હતા અને કેટલાક પોલીસ વાહનોને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે અગમચેતીના પગલા સ્વરૂૂપે કાર્યવાહી કરાઈ રહી છે.


