ભાગીદાર વચ્ચેના મતભેદમાં એક ભાગીદારના વેવાઈએ બીજા ભાગીદારને ધમકી આપી
ધંધામાં નુકસાની જતા ભાગીદારને બદનામ કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જયેશ પ્રાણલાલ ધકાણે ફરિયાદી હિતેશ સાગર સાથે વેસ્ટ આફ્રીકા ખાતે જેસીબીના બિઝનેસ કરવા માટે 50%ની સહમતિથી ભાગીદારી રાખી કુલ 60 લાખ રૂપિયાનું રોકાણ કર્યું જેમા ધંધામાં નુકશાન થતા આરોપી જયેશ ધકાણ અને એકતા ધકાણે ફરિયાદી હિતેશ સાગરના ઘરે આવી ઉઘરાણી કરી ઝઘડો કરેલ અને પૈસા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જુદા-જુદા પ્રસિદ્ધ અખબારમા ફરિયાદીએ 3 કરોડ રૂપિયાનુ ફ્રોડ કરેલ છે એવી અફવા ફેલાવી ફરિયાદીની શહેરમાં બદનામી કરી સામજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડેલી જેથી પતિ-પત્ની અને તેના વેવાઈ ચિરાગભાઈ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આઇપીસી કલમ 500, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી હિતેષભાઈ ચીમનભાઈ સાગર (ઉ.વ.47) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું આદીત્ય ઓર્નામેન્ટસ તેમજ કાલ કોર્પોરેશનના નામથી વ્યવસાય તેમજ ભારતની બહાર આફ્રિકા દેશમા વેસ્ટ-આફ્રિકામાં હિટાચી કંપની તથા હુન્ડાઈ કંપનીના એક્સેવેટર અલગ-અલગ કંપની ઓને ભાડે આપવાનો વેપાર કરૂ છું. થોડા સમય પહેલા મારા મિત્ર જયેશ પ્રાણલાલ ધકાણ સાથે અમારે અમારી વેસ્ટ આફ્રિકા ખાતે રહેલ મારા બિઝનેસમા રોકાણ કરવા માટે પૈસાની ભાગીદારી એકબીજાની સહમતિથી કરેલી હતી.
મારા મિત્ર જયેશે મને મારા આફીકા ખાતે ચાલતા ઘંધામાં ભાગીદારી કરવાની સહમતી સાથે નક્કી થયેલું કે, અમારી ધંધાની ભાગીદારીમાં અમે નક્કી કરેલું કે હુંડાઈ-215 નામના મશીન જે જેસીબી પ્રકારના હોય જે વેસ્ટ આફ્રીકા ખાતે કોનાકટી(ગીની) મુકામે મોકલવાના હોય અને આ મશીનની કિંમત અંદાજીત રૂ.60 લાખ થતા હોય જે મારા મિત્ર જયેશએ પોતાની સહમતિથી મારી સાથે રોકાણ કરવાનું નક્કી થયેલું અને મારે હુન્ડાઇ મશીન ભાડે આપવાનું ઓપરેટર દ્રારા ચલાવવાનું મેઇન્ટેનન્સ તેમજ તમામ જવાબદારી મારે સંભાળવાની તેવું નક્કી કરી અમો બન્નેએ ધંધો ભાગીદારીમાં ચાલુ કરેલો હતો અને અમારે આ ધંધામાં થોડા સમયથી નુકશાન થયેલું હતું.
ગઈ તા.11.01.2024ના રોજ રાત્રીના 8.30 વાગ્યાની આસપાસ મારા ઘરે જયેશભાઈ તથા તેના પત્નિ એક્તાબેન તથા તેમના પુત્રવધુ રાધિકાબેન અમારા ઘરે આવેલા અને ધંધામા નુકશાનનું વળતર માંગવા આવેલા હતા અને અમારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલો હતો, જે બાબતે મારા ઉપર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો હતો. બાદ આ ગુનો દાખલ થયા બાદ પણ આ લોકો મારી પાસે પૈસાની ઉઘરાણી કરવા અવારનવાર ફોન કરતા અને અમોને તથા મારા પત્ની મિનાક્ષીને પણ ફોન કરી જેમ તેમ બોલતા હતા. અમારે તથા જયેશભાઇને કુલ રૂ.60 લાખનો વહિવટ થયેલ હતો જેમાથી અમોએ આ જયેશભાઇને કટકે કટકે 22 લાખ પરત આપી દીધેલ છે અને બાકીના પણ હું 50% ના ભાગીદાર હોય જેથી અમુક જ પૈસા અમારે આ જયેશભાઇને દેવાના બાકી રહે છે.
જયેશભાઇના વેવાઇ ચીરાગભાઇએ તા.06.02.2024 ના સવારના 11 વાગ્યાની આસપાસ મને ફોન કરતા મારા પત્નિએ ફોન ઉપાડેલો અને આ ચીરાગ મારા પત્નીને કહેલું કે હિતેષ ક્યા છે તેમ કહી ગંદી ગાળો આપી મારા પત્નિને જેમ ફાવે તેમ બોલેલા તેમજ આ લોકોએ પોતાની રીતે જુદા જુદા પ્રસિદ્ધ અખબારમાં અમોએ 3 કરોડ રૂપીયાનું આ જયેશભાઇ સાથે વેસ્ટ આફ્રિકામાં ધંધો કરવાના બહાને બીઝનેસના ફ્રોડ કરેલું છે, તેવી અફવા ફેલાવી અમારી બધી જ જગ્યા એ બદનામી કરી અમારી સામજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડેલી અને અમે પ્રતિષ્ઠિત નાગરીક હોય સમાચાર પત્ર તથા સોશિયલ મીડીયામાં અમારા વિરુદ્ધ અફવા ફેલાવી અમે ફ્રોડ હોય તેવી વાતો ફેલાવેલી છે એવું હિતેશ સાગરે પોતાની અરજીમાં જણાવ્યું છે.
પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી
આ લોકો તા.11.01.2024 ના રોજ અમારા ઘરે આવીને ઝઘડો કરી અમારા પર ફરિયાદ કરેલ હોવા છતા આ લોકોને ચેન ના પડતા આ લોકો અમો ને તથા મારા પત્નિ મીનાક્ષી ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને બાદમા અમો કોલ રેકોર્ડીંગ રાખવા લાગેલ અને આ લોકો એ મારા પત્નિના ફોન મા ફોન કરેલ અને ગાળો આપેલ છે. હુ અવાર નવા2 આફ્રીકા ખાતે રહેતો હોય અને મારા પત્નિ તથા બાળક ને જાન નુ જોખમ હોય જે અંગેની
હું મારા પત્નિ સાથે ફરિયાદ કરવા આવેલ છુ.