તાજેતરમાં ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા 41 મજદૂરના સતર દિવસના પ્રયત્નો પછી હેમખેમ ઉગારી લેવામાં આવ્યાં છે, ત્યારે સુરંગ નિર્માણના ઇતિહાસ પર એક નજર…
વિશ્ર્વની સૌ પ્રથમ ખાણ: 40’000 બી.સી.માં, સ્વાઝીલેન્ડના બોમવુ ટેકરીમાં, નિઅન્ડરથલ માનવે (આદિમાનવ, એક વિલુપ્ત જાતિ) હાથ અને પ્રાથમિક ઓજાર વડે જમીનનું ખોદકામ કરી ખાણ નિર્માણ કર્યુ હતું. જેને અત્યાર સુધીની સૌથી જૂની ખાણ માનવામાં આવે છે. પાછળથી, અગ્નિના ઉપયોગ દ્વારા મેન્યુઅલ ખોદકામમાં સુધાર આવ્યો, જેમાં મજબૂત થર્મલ ગ્રેડિયન્ટ વડે ખડકના સમૂહમાં તિરાડ બનાવવા માટે ખડકની નજીક આગ લગાવી અને તેને ઝડપથી બુઝાવવાનો સમાવેશ થતો હતો.
જો કે, એવું માનવામાં આવે છે કે મનુષ્યો દ્વારા ખોદવામાં આવેલી પ્રથમ ટનલ 2200 બીસીની છે, જે બેબિલોનિયામાં મહેલની ભૂગર્ભથી બેલોસના મંદિરને કનેક્ટ કરતી હતી અને કટ-એન્ડ-કવર પ્રકારના બાંધકામ ટેક્નિકથી બની હતી.
પાછળથી, વિવિધ સંસ્કૃતિઓમાં ટનલ અને ભૂગર્ભ બાંધકામની પરંપરા રહી. કેટલીકવાર આ ખોદકામ ધાર્મિક હેતુથી થતો જેમ કે ઇજિપ્તવાસીઓના કિસ્સામાં. અમૂકવાર સ્ત્રોતોમાંથી પાણીને શહેરો સુધી પહોંચાડવા પણ સુરંગ બનાવવામાં આવતી હતી. જેમ કે ઇ.સ. પૂર્વની સદીઓમાં યુફ્રેટીસ/ટાઈગ્રીસ.
એ પછીથી, ભારત અને ચીનમાં ધાર્મિક હેતુઓ સાથે ટનલ બનાવવાનો ઇતિહાસ રહ્યો છે જેમ કે ઈલોરા અને અજંતાના ભારતીય મઠો, પર્વતમાં કોતરવામાં આવેલા અથવા ચીનમાં સિલ્ક રૂટ પર ખડકમાં કોતરેલા બૌદ્ધ મંદિરો તેના ઉદાહરણો છે.
સૌ પ્રથમ જે ટનલનું એન્જિનયરીંગ પ્રખ્યાત થયું તે સમોસ ટાપુ પરની ટનલ હતી. જેના ઇજનેર યુપાલિનોસ ડી મેગારાએ 530 બીસીમાં ટાપુની રાજધાનીને પાણી પહોંચાડવા માટે આ ટનલ બનાવી હતી. 1 કિમી લંબાઈ સાથે તેને યુનાની વિશ્વની ત્રણ અજાયબીઓમાંની એક ગણવામાં આવે છે. રોમમાં થયેલા સિવિલ એન્જિનિયરિંગના અભૂતપૂર્વ વિકાસ સાથે, તે સમયમાં નિર્માણનો ખૂબ જ તીવ્ર વિકાસ થયો હતો. આ દરમ્યાન અહીં ખાણો, પાણી પુરવઠો, ગટરયોજના, ગટર, રસ્તાઓ, લશ્કરી ટનલ અને કેટકોમ્બ માટે સઘન ટનલ બનાવવામાં આવી હતી, જે ફ્યુસિનોના દૂત માટે 5,5 કિમી લાંબી ટનલ સાથે રેકોર્ડ સુધી પહોંચી હતી.અનુસંધાન પાના નં. 14
- Advertisement -
અનુસંધાન પાના નં. 14 ચાલુ…
રોમન સમય પછી, મધ્ય યુગમાં ખાણકામમાં કેટલીક મજબૂત પ્રગતિ અને સંરક્ષણાત્મક કારણોસર ભૂગર્ભ કિલ્લાના નિર્માણ સિવાય, સુરંગના સર્જનક્ષેત્રે માં હળવો વિકાસ જોવા મળે છે જેમ કે કેપાડોસિયા(તુર્કી)માં ભૂગર્ભ ગામોમાં 10’000 જેટલા લોકો રહેતાં હોવાનો ઇતિહાસ છે. નવજાગૃતી કાળમાં મનુષ્યની જાગૃતિના વિકાસ સાથે આ ક્ષેત્રે પણ વિકાસ થયો. આ સમયની પ્રથમ ટનલ દારોકા ખાણ કે જેની લંબાઈ 600 મીટર છે, જે ગામને જોખમમાં મૂકતા મુશળધાર પાણીથી રક્ષણ કરવા દારોકા ગામમાં (સ્પેન) બાંધવામાં આવી છે. અઢારમી સદી સમગ્ર યુરોપમાં નેવિગેશન ચેનલોના નિર્માણમાં ઊંડા વિકાસની સાક્ષી બની રહી. મિડી નહેરમાં બેઝિયર્સની નજીક આવેલી માલપાસ ટનલ, આ ભવ્ય નહેર માટે બાંધવામાં આવેલી પ્રથમ ટનલ છે. 156 મીટર લંબાઈ ધરાવતી માલપાસ ટનલને ઈતિહાસમાં પ્રથમ વખત ગન પાવડર દ્વારા ખોદવામાં આવી હતી. ટનલિંગ એન્જિનિયરિંગમાં વિસ્ફોટકોના ઉપયોગની આ શરૂઆત કહેવાય છે. અન્ય ઘણી ટનલનાં બાંધકામમાં આ પધ્ધતિને અનુસરવામાં આવી હતી, જેમાંની મોટાભાગની ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં બની હતી. અને જેમ્સ બ્રિન્ડલી અઢારમી સદીના ટનલ એન્જિનિયરિંગમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી એક બન્યા હતા.
વિશ્ર્વના કેટલાક ભયંકર સુરંગ અકસ્માત
કોપિયાપો અકસ્માત
2010માં, ચિલીમાં 33 કામદારો કોપિયાપો નજીક અટાકામા રણમાં સેન જોસ કોપર-ગોલ્ડ ખાણની નીચે ફસાયેલા હતા, જે રેકોર્ડ 69 દિવસ સુધી ભૂગર્ભમાં જીવિત રહ્યા હતા. તે તમામનો બચાવ થયો હતો. આ દુ:ખદ ઘટના તાજેતરના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત ખાણ બચાવોમાંની એક છે.
- Advertisement -
મોન્ટ બ્લેન્ક ટનલ અકસ્માત
વર્ષ 1999માં ફ્રાન્સ અને ઈટાલી વચ્ચે બનેલી મોન્ટ બ્લેન્ક ટનલમાં એક ટ્રકમાં આગ લાગવાથી મોટો અકસ્માત થયો હતો. જેમાં કુલ 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેના પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે.
ઓસ્લોફજોર્ડ ટનલ અકસ્માત
23 જૂન, 2011ના રોજ, નોર્વેમાં હુરુમ અને ડ્રોબક વચ્ચેની ઓસ્લો ફજોર્ડ ટનલમાં એક ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા હતા.
થાઈલેન્ડ ટનલ અકસ્માત
2018માં થાઈલેન્ડમાં એક ટનલ (ગુફા)માં બાળકોનો એક કોચ 7 દિવસ સુધી અટવાઈ ગયો હતો. આ બાળકોને રેસ્ક્યુ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઉત્તરકાશી ટનલ અકસ્માતમાં પણ આ બચાવ ટીમની મદદ લેવામાં આવી રહી છે.
હીથ્રો ટનલ દુર્ઘટના
1994માં, યુકેની હીથ્રો રેલ લિંક પર કામ દરમિયાન ટનલ તૂટી પડી હતી. રાહતની વાત એ છે કે ત્યાં તેમાં કામ કરતા મજૂરો યેનકેન પ્રકારે બહાર આવી ગયા હતા, અન્યથા મોટી દુર્ઘટના થઈ શકી હોત.
સ્વિટ્ઝર્લેન્ડની ગોથહાર્ડ ટનલ અકસ્માત
સ્વિટ્ઝર્લેન્ડની ગોથહાર્ડ ટનલ વિશ્વની સૌથી લાંબી રેલ ટનલ છે. 10 ઓગસ્ટ, 2023 ના રોજ માલસામાન ટ્રેન પલટી જતાં તેને બંધ કરવામાં આવી હતી જોકે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ ન્હોતી.