ખાસ-ખબર સંવાદદાતા
ડિજિટલ ઈન્ડિયાની રાહે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયા પાછળનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય ફાઈનાન્શિયલ ઈન્ફલુઝનનો છે એટલેકે દેશના દરેક ખૂણે દરેક જનમાનસને નાણાંકીય સુવિા પુરી પાડવાનો.
આ ઉદ્દેશ્યનો ફાયદો હવે શેરબજાર સહિતના અન્ય ોતને પણ મળી રહ્યો છે. દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશે દેશના ઈકોનોમિક હબ ગણાતા મહારાષ્ટ્રને શેરબજારના નવા રોકાણકારોના ઉમેરાની યાદીમાં પછાડયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર ઉત્તર પ્રદેશે એપ્રિલ મહિનામાં શેરબજારમાં 1.26 લાખ નવા રોકાણકારો ઉમેર્યા છે.
- Advertisement -
આ આંકડો મહારાષ્ટ્રના 1.18 લાખથી વધુ નવા રોકાણકારો કરતા વધુ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તે પરંપરાગત રીતે ભારતના રોકાણકારોનો સૌથી મોટો સ્રોત રહ્યો છે. ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં ઉત્તર ભારતના આ રાજ્યમાં આર્થિક સાક્ષરતા અને ઇક્વિટી સંસ્કૃતિ મર્યાદિત છે. એક્સચેન્જ ડેટા અનુસાર નવા રોકાણકારો ઉમેરવાના સંદર્ભમાં યુપી ફેબુ્રઆરી મહિનાથી ટોચ પર છે.