By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    1 hour ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    2 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    1 hour ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    1 hour ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 hour ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    1 hour ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નકલી-ભ્રામક દારૂબંધી હટાવવાનો અસલી સમય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નકલી-ભ્રામક દારૂબંધી હટાવવાનો અસલી સમય
રાજકોટ

નકલી-ભ્રામક દારૂબંધી હટાવવાનો અસલી સમય

Khaskhabar Editor
Last updated: 2025/12/26 at 3:52 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

અમદાવાદમાં લાખો વિદેશી પ્લેયર્સ અને કૉચ તથા દર્શકો આવશે, આ બધાને શું છાશ પીવડાવશો?

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન પાછળ અંદાજિત 30થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે ઉપરાંત નવી એક લાખ રોજગારી સર્જાવવાની પણ શક્યતાઓ છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં 72 દેશના ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમજ ખેલાડીઓની સાથે સાથે મેનેજમેન્ટ સ્ટાફ, કોચ, ટેક્નિકલ ઓફિસરો સહિતના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન અને અગાઉ પણ હજારો-લાખોની સંખ્યામાં અમદાવાદ આવતા દેશી-વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીની જેમ માત્ર ઓળખકાર્ડને આધારે લિકર પરમિટ આપવી જરૂરી છે. અનુસંધાન પાના નં.4 પર

દારૂબંધી હળવી થતા અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટેશન, ટૂરિઝમ, હોટલ ક્ષેત્રને બૂસ્ટ મળશે

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ દેશ-વિદેશના મહેમાનોને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ગુજરાતમાં વર્ષોથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, રણોત્સવ જેવી ઈવેન્ટ થતી હોય. અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલની હોટલ ઉપલબ્ધ છે, પરંતુ કોમનવેલ્થ દરમિયાન દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં ખેલાડી અને લોકો આવવાના હોય અહીં ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલની ડિમાન્ડ વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2025માં થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની જે હોટલ છે. જોકે મોટાભાગની હોટેલમાં વાઈન શોપ નથી. જેથી અહીં સ્ટે કરનારને દારૂ શોધવા બહાર જવું પડશે અથવા બુટલેગર પાસેથી જેવો-તેવો માલ ખરીદવો પડશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા 25 ટકા સુધી હોટલમાં વધારો જોવા મળી શકે છે. જે બ્રાન્ડની હોટલ અમદાવાદમાં નથી તે લોકો પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. એવું કહેવાય છે કે, લક્ઝરી બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ કે અદાણી જેવાં ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. આ તકે જો સરકાર તરફથી દારૂબંધી હળવી કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટેશન, ટૂરિઝમ, હોટલ ક્ષેત્રને બૂસ્ટ મળશે.

- Advertisement -

ડ્રાય સ્ટેટમાં કૉમનવેલ્થ ગેમ્સ?

હવે અમદાવાદ-ગાંધીનગરમાં ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર દારૂ પીવાની છૂટ આપવી જરૂરી

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને ટૂંકાગાળામાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપ થશે, જેના કારણે ઈન્વેસ્ટમેન્ટ આવશે અને લેબર, એડવાન્સ ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન ઊભી થશે. રમત-ગમતનાં લેટેસ્ટ સ્ટેડિયમ બનશે, હોટલોમાં ઘરાકી વધશે, એરલાઈન્સની ફ્રિક્વન્સી વધશે. આ સાથે જ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો ઘણો વિકાસ થશે. આ વખતે બહારની વ્યક્તિઓ ગુજરાત અને ખાસ તો અમદાવાદ આવશે ત્યારે તેમને આસાનીથી લિકર નહીં મળી રહે તો બની શકે તેઓની ફરી અમદાવાદ આવવાની ઈચ્છા ઓછી થઈ જાય. કેમ કે, ગુજરાત કે ભારત બહારની કેટલીક વ્યક્તિઓ માટે આપણા માટે જેટલી ચા મહત્વની છે તેટલી જ તેમના માટે લિકર ઈમ્પોર્ટન્ટ છે. તેથી કાગળ પર રહેલી દારૂબંધી હળવી કરી દેવામાં સરકારથી લઈ કોઈ સામાજિક સંગઠનોને વાંધો-વિરોધ હોવો જોઈએ નહીં.
2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સંયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. આથી હર વખત કરતા વધુ રમતપ્રેમીઓ આ ઈવેન્ટમાં ભાગ લેવા અને નિહાળવા આવી શકે તેમ છે. હજુ આ ઈવેન્ટને ચારેક વર્ષની વાર હોય છતાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ અહીં રાજ્ય અને દેશ બહારના લોકો આવી રહ્યા છે ત્યારે તેમને અહીં વધુને વધુ આકર્ષવા દારૂબંધીમાં છૂટછાટ આપવી અનિવાર્ય બની જાય છે તેવું એક્સપર્ટનું માનવું છે. સ્થાનિક જાણકારોના મતે નકલી બનાવટી દારૂની હેરફેર અટકાવવા સરકાર માન્ય વાઈન શોપમાંથી દારૂ ખરીદવા-પીવાની છૂટ મળવી જોઈએ. આ કારણે સરકારને ટેક્સની આવકમાં વધારો થશે અને નકલી બનાવટી દારૂનું વેંચાણ-સેવન અટકશે.
ગિફ્ટ સિટીની જેમ હવે અમદાવાદ-ગાંધીનગરમાં પણ ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર દારૂ પીવાની છૂટ આપવી જરૂરી બની જતી હોવાનો બિઝનેસ એક્સપર્ટનો પણ ઓપિનિયન છે. નિષ્ણાતોના મતે વિશ્ર્વના નાણાકીય કેન્દ્રો જેમ કે દુબઈ અને સિંગાપોર સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની નીતિગત છૂટછાટ જરૂરી છે. આ પ્રકારના નિર્ણયથી અમદાવાદમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા પણ દેશ-વિદેશથી આવતા મહેમાનો, પ્રવાસીઓ માટે અમદાવાદમાં દારૂબંધીમાં છૂટછાટ આવે એ આર્થિક, રાજકીય, પ્રવાસન, વેપારઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં ફાયદારૂપ બાબત ગણવામાં આવી રહી છે.

બુટલેગરો બને છે માલામાલ, સરકાર ગુમાવે છે કરોડોની રેવન્યુ, પ્યાસીઓને થાય છે ગંભીર રોગ
ગુજરાતની દારૂબંધી એ દેશનું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે. લગભગ વીસથી ત્રીસ હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ દારૂબંધીને કારણે ગુજરાત ગવર્નમેન્ટ રેવેન્યુ ગુમાવી રહી છે. હવે જ્યારે દેશમાં વન નેશન વન ટેક્સ, વન નેશન વન આધારકાર્ડ, વન નેશન વન રાશનકાર્ડ, વન નેશન વન ઇલેક્શનની વાતો થતી હોય ત્યારે એક રાજ્યમાં દારૂબંધી અને અન્ય રાજ્યોમાં દારૂમુક્તિ શા માટે?દારૂબંધી જ કરવી હોય તો સમગ્ર દેશમાં કેમ નહીં? ગુજરાતમાં ગેરકાયદે પકડાયેલા દારૂનો રોલરનાં પૈંડાં ફેરવીને કરવામાં આવતા નાશનો મૂર્ખામીભર્યો નમૂનો તો જગતભરમાં બેમિસાલ સાબિત થાય એમ છે. વળી, પ્યાસીઓને પણ જોઈએ તેવો ચોખ્ખો દારૂ પીવા મળતો નથી. છાશવારે નકલી દારૂ બનાવતી ફેક્ટરીઓ ઝડપાવી એ બાબત સાબિત કરે છે કે, બુટલેગરો પાસેથી મળતો મોટાભાગનો દારૂ બનાવટી નકલી હોય છે જેના સેવનથી લીવર, હાર્ટ, કિડનીના ગંભીર રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

કાગળ પર રહેલી દારૂબંધી હળવી કરવાનો સમય પાકી ગયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાંથી 200 કરોડનો વિદેશી દારૂ, 2.87 કરોડનો દેશી દારૂ, અને 15 કરોડનું બિયર પકડાયું છે. આ આંકડા ગુજરાતમાં દારૂના બેફામ વેપારની હકીકત દર્શાવે છે. ગુજરાતમાં છાનેખૂણે કદાચ ભારતનો સૌથી વધુ દારૂ પીવાઈ છે જેમાં સોથી વધુ ફાયદો બુટલેગરોને થાય છે, સરકાર ટેક્સની રકમ ગુમાવે છે અને સૌથી વધુ નુકસાન દારૂ પીનારાઓને થાય છે. કારણે અહીં બનતો અથવા બહારથી આવતો દારૂ મોટાભાગે બનાવટી નકલી હોય છે. સરકારે આ દિશામાં વિચારીને પણ દારૂબંધી હળવી કરવાનો સમય પાકી ગયો છે.

You Might Also Like

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતની 7 વર્ષની ચેસ ચેમ્પિયન લક્ષ્મીને મળ્યો બાળ પુરસ્કાર
Next Article હવે દિલ્હીથી ઇસ્લામાબાદને ટાર્ગેટ કરી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાજકોટ

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
રાજકોટ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?