કુવાડવા પોલીસનો વધુ એક વિવાદ: રાજકોટમાં 70 વર્ષના વૃદ્ધને PCR વાનમાં ઉઠાવી ગયા બાદ રહસ્યમય મોત: પોલીસે માર માર્યો, લીવર ફાટી ગયું’તું: મૃતકના પુત્ર આનંદ સિતાપરા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટ શહેર કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. એપ્રિલ મહિનામાં 70 વર્ષના વૃદ્ધ અમરશીભાઈને ઙઈછ વાનમાં ઉઠાવી ગયા બાદ અવાવરું જગ્યાએથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં 6 દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવારજનોએ હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને ન્યાયની માગ કરી હતી. બાદમાં હાઇકોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવા કહ્યું હતું. જેના આધારે ગઈકાલે રાત્રે રાજકોટ કુવાડવા પોલીસે આઇપીસી 302 મુજબ હત્યાનો ગુનો અજાણ્યા શખસ સામે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરશીભાઈ 12 એપ્રિલે ગૌરીદડ ગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ગાર્ડ તરીકે ફરજ બજાવા માટે ગયા હતા. ત્યાં 11:30 કલાકે માથાકૂટ થઈ હતી. કોઈએ પોલીસ ક્ધટ્રોલરૂમને ફોન કરતા 11:50 મિનિટે પીસીઆર વાન આવી હતી અને તેઓ અમરશીભાઈને પીસીઆર વાનમાં બેસાડીને લઈ ગયા હતા. પુત્ર આનંદે જણાવ્યું હતું કે, આ કેસમાં સિક્યોરિટી એજન્સી, સપ્તાહના આયોજકો અને પોલીસ તમામની પૂછપરછ અને તપાસ થવી જોઈએ. મારા પિતાને માર માર્યો છે એવું તેઓ સારવાર દરમિયાન કહેતા હતા. અમને ન્યાય જોઈએ છે ન્યાય… માટે જ પોલીસ સાંભળતી ન હોવાથી અમે હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા.
રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 70 વર્ષના વૃદ્ધ અમરશીભાઇ સિતાપરા ગત તારીખ 12 એપ્રિલ, 2024ના રોજ અવાવરું સ્થળેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 6 દિવસની ટૂંકી સારવાર બાદ અમરશીભાઈનું મોત નીપજ્યું હતું. તેમના પુત્ર આનંદ સાથે થયેલી વાતચીતમાં તેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે પોલીસને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં કોઈ યોગ્ય તપાસ ન થતા પરિવાર ન્યાયની માગ સાથે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
- Advertisement -
મોરબી રોડ પર આવેલ વેલનાથપરા શેરી નં.19માં રહેતા અને રાજ સિક્યોરિટીમાં ફરજ બજાવતા અમરશીભાઈ કાનજીભાઈ સિતાપરા ગત તા.12-4-2024ના રોજ નોકરી પર જવા નીકળ્યા બાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ ઠાકરની વીડી તરીકે ઓળખાતી જગ્યામાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે કોઈ અજાણી વ્યક્તિએ અમરશીભાઈનાં પરિવારજનોને જાણ કરતાં તેઓ ઠાકરની વીડી પાસે દોડી ગયાં હતાં અને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમયે અમરશીભાઈ તેમનાં પરિવારજનોને એવું કહેતા હતા કે, મને પડખાના ભાગે બહુ દુખે છે, મને બહુ માર માર્યો છે. ત્યારબાદ ફરી તેઓ બેભાન થઈ ગયા હતા અને છ દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ઘટના અંગેની નોંધ પણ કરાવવામાં આવી હતી. જો કે, પોલીસે અમરશીભાઈનું મોત કયાં કારણોસર થયું તે અંગે કોઈ તપાસ જ કરી ન હતી. પરિવારજનોને ખૂન થયાની શંકા હતી અને હાઈકોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવતા કોર્ટના આદેશથી પોલીસે આઇપીસી 302 મુજબ ખૂનનો ગુનો નોંધી અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.