આજે અઢી વાગ્યે જાગી તો ગયો, ધ્યાનમાં પણ બેસી ગયો પરંતુ મન થોડી થોડી વારે ચલિત અને વિચલિત બની જતું હતું. આપણા દેશથી બહુ દૂર નહીં એવા મધ્યપૂર્વ વિસ્તારમાં પેલેસ્ટાઈન અને ઇઝરાઇલ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. પેલેસ્ટાઈને ઇઝરાઇલ ઉપર એક જ દિવસમાં, પૂરો એક દિવસ પણ નહીં, થોડાં કલાકોની અંદર જ પાંચ હજાર જેટલા રોકેટ્સ છોડ્યા. અનેક મકાનો ધરાશાયી થયા. સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને હજારો ઘવાયા. સૌથી મોટી આઘાત જનક બાબત એ બની કે આક્રમણકારોએ ઇઝરાઇલની સ્ત્રીઓને અપહૃત કરી. સુંદર, નિર્દોષ, યુવાન સ્ત્રીઓને વાળ પકડીને, ઘસડીને તેઓ લઈ ગયા. તેટલું જ નહીં એના વિડિયોસ્ બનાવીને જગત આખાને દેખાડ્યા.
ઇઝરાઇલ તો એમની સ્ત્રીઓના આ શર્મનાક અપમાનનો બદલો અવશ્ર્ય લેશે જ પણ હું શિવ તત્ત્વ ને અને શક્તિ તત્ત્વને પૂછી રહ્યો છું આવી બર્બરતા તમે કેવી રીતે અને ક્યાં સુધી ચલાવી લેશો? મા, જગત જનની, સમગ્ર વિશ્ર્વની શક્તિ દાયિની, ભગવાન શિવની અર્ધાંગિની જેના માટે કરોડો હિન્દુઓ ’્રૂળ ડજ્ઞમિ લમૃ ધુટજ્ઞરૂ યરુુ રૂક્ષજ્ઞઞ ર્લૈાશ્ર્નઠટળ। ગાતાં ગાતાં આરાધના કરી રહ્યા છે એ દેવી માતા અત્યારે કેમ શાંત છે?
જગત જનની મા ભવાની ખરેખર શાંત હશે? કે આ બધું તેની વૈશ્ર્વિક યોજનાના એક ભાગ રૂપે બની રહ્યું હશે? દુષ્ટ અસુરોના પાપનો ઘડો છલકાઈ જાય એના માટેની આ બધી વ્યવસ્થા હશે? પણ આપણે તો કેટલું નજીકનું જોઈ શકીએ છીએ દૂરનું તો આપણને દેખાતું નથી. હે મા, જેમ બને તેમ જલ્દી આ હિંસા અને બર્બરતા નો અગનખેલ શાંત પાડો.