હિપેટાઇટિસ એક ખતરનાક રોગ છે. જે આપણા શરીરના એક મહત્વના અંગ લીવરને અસર કરે છે. લીવર આપણા શરીરના લોહીને સાફ કરવામાં અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, હિપેટાઇટિસને કારણે લીવરમાં બળતરા થાય છે. જો આ રોગની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ બની જાય છે.
આ બીમારીના કારણે વિશ્વમાં દરરોજ 3500 લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે.વિશ્વભરમાં દર વર્ષે 13 લાખ લોકો હિપેટાઇટિસના કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા 2024 ના અહેવાલ મુજબ, વાયરલ હેપેટાઈટિસ વિશ્વભરમાં ચેપી રોગને કારણે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બની ગયું છે. ભારત ટોપ-10 દેશોમાં સામેલ છે જ્યાં વિશ્વભરમાં હિપેટાઇટિસના બે તૃતીયાંશ કેસ જોવા મળે છે.
- Advertisement -
હિપેટાઇટિસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2019માં 11 લાખથી વધીને 2022માં 13 લાખ થઈ ગઈ છે. આ મૃત્યુમાંથી 83 ટકા હિપેટાઇટિસ બીના કારણે થયા હતા, જ્યારે 17 ટકા હિપેટાઇટિસ સીના કારણે થયા હતા. વિશ્વભરમાં દરરોજ 3500 લોકો હિપેટાઇટિસ બી અને સીના ચેપને કારણે મૃત્યુ પામે છે.
રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે, બાંગ્લાદેશ, ચીન, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, રશિયન ફેડરેશન અને વિયેતનામ, હિપેટાઇટિસ બી અને સીના વૈશ્વિક બોજના લગભગ બે તૃતીયાંશ ભાગનો હિસ્સો છે.
હિપેટાઇટિસના લક્ષણો
- Advertisement -
ત્વચાનો રંગ પીળો પડી જવો
ઉલ્ટી
થાક લાગવો
આંખો પીળી પડી જવી
ભૂખ ઓછી લાગવી
પેટમાં દુખાવો અને સોજો
ચક્કર આવવા અને ઝડપથી વજન ઓછું થવું
પેશાબનો રંગ પીળો થવો
લાંબો સમય સુધી તાપ આવવો