વર્ષમાં બે વાર CBSE બોર્ડની પરીક્ષાના નિયમો નક્કી કરવામાં આવી રહ્યા છે. એટલે કે CBSE બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર આયોજિત કરી શકાય છે. તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે આ નિયમ ક્યારે લાગુ થઈ શકે છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થશે.
બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામના સમાચાર છે. આગામી બોર્ડ પરીક્ષાની પેટર્ન પહેલા કરતા અલગ હોઈ શકે છે. કારણ કે સરકારે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લાગુ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એટલે કે CBSE બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર આયોજિત કરી શકાય છે. આ નિયમ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં લાગુ થઈ શકે છે. હાલમાં CBSE 12માં ધોરણની બોર્ડની પરીક્ષાન લઈને નીતિ નક્કી કરવામાં આવી રહી છે. પહેલા જ્યાં ફેબ્રુઆરી-માર્ચમાં માત્ર એક જ CBSE બોર્ડની પરીક્ષા લેવાતી હતી, હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાશે અને બીજી બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવશે.
- Advertisement -
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCFSE)ની ભલામણ મુજબ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી CBSE 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોજના શા માટે બનાવવામાં આવી રહી છે અને તેને ક્યારે લાગુ કરી શકાય છે.
અહેવાલ મુજબ, સરકાર 2026 થી જૂનમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બીજી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પરીક્ષા લેવાનું વિચારી રહી છે. હાલમાં, CBSE દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધોરણ 12મા બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવે છે. મે મહિનામાં પરિણામ જાહેર થયા પછી, જુલાઈમાં પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ હવે જૂનમાં બીજી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સીધા જ હાજર રહી શકશો. જૂનમાં યોજાનારી બીજી પરીક્ષામાં તેઓ તેમની પસંદગીના કોઈપણ અથવા તમામ વિષયોમાં ફરી પરીક્ષા આપી શકશે.
નવો નિયમ ક્યારે અમલમાં આવશે?
- Advertisement -
નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ, વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડવા માટે દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓ સૂચવવામાં આવી છે. તદનુસાર, શિક્ષણ મંત્રાલયે સીબીએસઈને દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાનો પ્રસ્તાવ તૈયાર કરવા કહ્યું છે, જે 2026થી લાગુ કરવામાં આવશે. જો કે, બે બોર્ડની પરીક્ષા પદ્ધતિના અંતિમ સ્વરૂપ અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી.
નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ, વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડવા માટે દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓ સૂચવવામાં આવી છે. તદનુસાર, શિક્ષણ મંત્રાલયે સીબીએસઈને દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાનો પ્રસ્તાવ તૈયાર કરવા કહ્યું છે, જે 2026 થી લાગુ કરવામાં આવશે. જોકે, બે બોર્ડની પરીક્ષા પદ્ધતિના અંતિમ સ્વરૂપ અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી.
વિદ્યાર્થીઓ પાસે આ વિકલ્પ હશે
અહેવાલ અનુસાર, વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પ એ હશે કે તેઓ જૂનમાં આયોજિત થનારી બીજી પરીક્ષામાં બેસી શકશે. હાલની સિસ્ટમને બદલે, જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માત્ર એક વિષયમાં પ્રદર્શન સુધારવા માટે પૂરક પરીક્ષા આપે છે. તેમની પાસે તેમની પસંદગીના કોઈપણ અથવા તમામ વિષયોમાં જૂનમાં ફરીથી હાજર થવાનો વિકલ્પ હશે. બીજી પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં જાહેર થઈ શકે છે.