ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડના મુખ્યપ્રધાન હેમતં સોરેનને લઈને ઈડીનું વલણ એકદમ કડક હોવાનું જણાય છે. ચાર વખત સમન્સ પાઠવ્યા બાદ પણ સોરેન ઈડી સમક્ષ હાજર થયા ન હતા. તેઓ હાઈકોર્ટમાં ગયા છે. દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે તેમને પાંચમું સમન્સ મોકલ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનને ઈડીએ પાંચમી વખત સમન્સ જારી કયુ છે. હવે ઈડીએ સોરેનને 4 ઓકટોબરે પૂછપરછ માટે રાંચીની ઝોનલ ઓફિસમાં હાજર થવા જણાવ્યું છે. ઈડી તેમની સાથે જમીન કૌભાંડ સંબંધિત મામલાઓમાં પૂછપરછ કરવા માંગે છે તેમજ સીએમ અને તેમના પરિવારના સભ્યોની સંપત્તિ અંગે તેમનું નિવેદન નોંધવા માંગે છે. અગાઉ ઈડી દ્રારા ચાર સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં, સોરેન કયારેય પૂછપરછ માટે હાજર થયો ન હતો. આ કેસમાં ઈડી દ્રારા મોકલવામાં આવેલા પ્રથમ સમન્સમાં, તેમને તેમની સંપત્તિની વિગતો નોંધવા માટે 14 ઓગસ્ટના રોજ ઝોનલ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આના જવાબમાં તેણે ઈડીના આસિસ્ટન્ટ ડાયરેકટર દેવવ્રત ઝાને પત્ર લખીને આ અંગે સખત વિરોધ વ્યકત કર્યેા હતો અને કહ્યું હતું કે તેને ઈડીસામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
સોરેને પત્રમાં લખ્યું હતું કે સમન્સમાં એવી કોઈ વાતનો ઉલ્લેખ નથી, જેનાથી તેમની સામે સંપત્તિને લઈને તપાસની શકયતા ઊભી થાય. યાં સુધી પ્રોપર્ટીની વાત છે તો તેને લગતી તમામ માહિતી આવકવેરા રિટર્નમાં સમયાંતરે આપવામાં આવી છે.