રાજકોટના તિરુપતિનગર ખાતે મહિલાઓએ જનતા રેડ કરી ઘરમાં થતી દારૂ મહેફિલનો પર્દાફાશ કર્યા બાદ રાજકોટ શહેરમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે માહિતી આપનાર ની ગુપ્તતા જાળવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર ઉઈઙ ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે રાજકોટમાં વ્યાજંકવાદ ને ડામવા પોલીસે સગ્ર કરેલ હેલ્પલાઇન હવે માત્ર વ્યાજખોર ને લગતી નહિ પરંતુ દારૂ, જુગાર, ડ્રગસ, ખંડણી કે ગેરકાયદે હથિયારો અંગે પણ કામ કરશે. શહેરમાં કોઈ પણ જગ્યા એ દારૂ, જુગાર, ગેરકાયદે હથિયાર અને વ્યાજખોર સામે લોકો હેલ્પલાઇન નંબર પર જાણ કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે અંગે માહિતી ગુપ્ત રાખવામાં આવશે. આ માટે હેલ્પલાઇન નંબર 9978407079 જાહેર કર્યા છે. જેમાં વોટસએપ પર મેસેજ કરી લોકોએ માહિતી આપવાની રહેશે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ હેલ્પલાઇન નંબર 28.04.2022થી વ્યાજંકવાદ ડામવા કાર્યરત છે જેની સામે અત્યાર સુધીમાં 58 જેટલી અરજી મળવા પામી છે જેનો નિકાલ પણ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. હવે તમામ પ્રકારની કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા હેલ્પલાઇન મારફત કામ કરવામાં આવશે.
- Advertisement -
આ નંબર પર જાણ કરો
9978407079