કેતન ખપેડે માત્ર 3.5 મહિનામાં અનેક સેમિનાર યોજી ટ્રાફિક સલામતી અંગે લોકોને જાગૃત કર્યા
વર્ષ 2014માં દિલ્હી IITમાં ME અને 2016માં GPSC પાસ કરી, પ્રથમ પોસ્ટિંગ અમદાવાદમાં થયું, બીજું નર્મદા-ખેડા અને હાલ રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ સહિત રાજ્યભરમાં હેલ્મેટની ડ્રાઈવ તથા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ. જે મુદ્દે રાજકોટના આરટીઓ ઓફીસર કેતન ખપેડે કહ્યું હતું કે, હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે. પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી. પરંતુ માનવ જિંદગી બચાવવાનો છે.
રાજકોટ આરટીઓના યુવા ઓફીસર કેતન ખપેડે હાલ ચાલી રહેલી માર્ગ સલામતી ડ્રાઈવ વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, લોકો ટ્રાફિક અવેરનેસને લઈ જાગૃત થાય તે અમારો હેતુ છે. કડક કાર્યવાહીથી જરૂર હેલમેટ પહેરાવી શકાય છે અને હેલમેટ નહીં પહેરનાર પાસેથી દંડ વસુલી શકાય છે પરંતુ લોકોનો સાથ સહકાર જરૂરી છે. જ્યારે હાલ રાજકોટમાં ઘણી સ્કૂલોમાં કેતન ખપેડે માર્ગ સલામતીના સેમિનાર યોજ્યા હતા જ્યાં પણ તેમણે જણાવ્યું હતું કે, પોતાની જિંદગી બચાવવા માટે ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ અને ફોર વ્હીલર ચાલકોએ સીટ બેલ્ટ બાંધવું ફરજીયાત બને છે.
કેતન ખપેડનું અંગત જીવન
કેતન ખપેડની અંગત જીવનની જો વાત કરીએ તો તેઓ મૂળ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામના વતની છે. તેઓએ પ્રાથમિક અભ્યાસ પોતાની ગામડાની સ્કૂલમાં જ લીધો હતો ત્યારબાદ સાયન્સ કર્યું હતું. તે પછી તેઓએ અમદાવાદની એલ,.ડી.એન્જિનીયરીંગ કોલેજમાં ઓટોમોબાઈલની બેચલર ઓફ એન્જિનીયરીંગની ડિગ્રી લઈ ઈંઈંઝ દિલ્હીમાં માસ્ટર કર્યું ત્યારબાદ તેઓએ 2016માં ૠઙજઈની પરીક્ષા પાસ કરી. માત્ર 26 વર્ષની ઉંમરે ગુજરાત પબ્લિક સર્વિસની પરીક્ષા પાસ કરવી તે એક ગૌરવની વાત કહી શકાય. કેતન ખપેડે વધુમાં જણાવ્યું હતું કે, મારું પ્રથમ પોસ્ટિંગ વર્ષ 2017માં અમદાવાદમાં થયું ત્યારબાદ નર્મદા જિલ્લાના એઆરટીઓ ઓફીસર અને સાથે ખેડા જિલ્લાના આરટીઓ તરીકે થઈ બન્ને જિલ્લાની કામગીરી સંભાળી.
માત્ર 3.5 મહિનામાં અનેક સેમિનાર યોજ્યા
કર્મને જ ધર્મ માનનારા કેતન ખપેડની જો વાત કરીએ રાજકોટમાં પોસ્ટિંગ થયું તેને માત્ર સાડા ત્રણ મહિના જેટલો સમય વીત્યો પરંતુ આટલા ટૂંકાગાળામા ઘણી બધી સ્કૂલોમાં માર્ગ સલામતી સહિતના અનેક સેમિનાર યોજી સામાજિક જવાબદારી પણ સુપેરે નિભાવી. ધોળકિયા સ્કૂલ, જીનીયસ, જી.ટી.શેઠ સહિત એસટીના ડ્રાઈવરો, ચૌધરી હાઈસ્કૂલની બસના ડ્રાયવરો સહિતનાઓને વાહન કેમ ચલાવવું? રોડ પર સેફ્ટી કઈ રીતે રાખવી? હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેરવું જરૂરી, લાયસન્સ સહિતના સેમિનાર યોજી ચૂક્યા છે.
- Advertisement -
DG લોકર તથા M-PARIVAHAN પર RC-લાયસન્સ રાખી શકાય
RTO ઓફીસર કેતન ખપેડે ડીજી લોકર તથા એમ પરીવહન એપ ડાઉનલોડ કરી તેમાં આરસી બુક તથા લાયસન્સ રાખવા માટે લોકોને અપીલ કરી હતી
દરરોજ 1 હજાર અરજીનો નિકાલ
આરટીઓની પ્રક્રિયા હંમેશા ધીમી હોય છે તેમાં મહિનાઓ નીકળી જાય છે લોકોમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે પરંતુ હાલ રાજકોટ આરટીઓનું કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે યુવા ઓફીસર કેતન ખપેડના આવ્યા બાદ આરટીઓમાં કાયમીની એક હજાર જેટલી અરજીનો નિકાલ થાય છે.